બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / high blood pressure effects heart high bp sign symptoms

હેલ્થ ટિપ્સ / ચેતજો! અચાનક શરીરમાં દેખાવવા લાગે આવા લક્ષણ તો સમજી જજો હવે હાઈ બ્લડ પ્રેશર હાર્ટને કરી રહ્યું છે ડેમેજ, સાવચેતી જરૂરી

Bijal Vyas

Last Updated: 08:07 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો બીપી કંટ્રોલ ન કરવામાં આવે તો તેની હાર્ટની ફંક્શનિંગ પર ખરાબ અસર પડે છે, જેના કેટલાક સંકેતો આપણા શરીર પર પણ દેખાય છે.

  • બ્લડ પ્રેશર વધવા પાછળ અનેક કારણો જવાબદાર 
  • હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદય યોગ્ય રીતે કામ કરી શકતું નથી
  • હાઈ બ્લડ પ્રેશરને કારણે વારંવાર પેશાબની સમસ્યા થઈ શકે છે

Blood pressure effects: હાઈ બ્લડ પ્રેશર હૃદય માટે એક મોટો ખતરો છે તે આપણે બધા જાણીએ છીએ. આજકાલ મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે. બ્લડ પ્રેશર વધવા પાછળનું કારણ એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે, જેમ કે વધતી ઉંમર અને તણાવ, અનહેલ્દી ખોરાક અને ખરાબ લાઇફસ્ટાઇલ. તે જેનેટિક પણ હોઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સારવાર ન કરવામાં આવે તો તે ઘણા અંગોને અસર કરી શકે છે.

હાઈ બીપી ફેફસાં અને કિડનીને નુકસાન, આંખ અને મેમોરી લોસ અને હાર્ટ ફેલિયર સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલા માટે તે સંકેતોને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જે જણાવે છે કે હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદયને નુકસાન થઈ રહ્યું છે. અહીં એવા કેટલાક લક્ષણો વિશે જાણીએ, જેના દ્વારા તમે જાણી શકો છો કે, હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદય યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

Topic | VTV Gujarati

હાઇ બીપી પ્રેશરથી હાર્ટ થઇ રહ્યો છે ઇફેક્ટ, કેવી રીતે ઓળખવા?
1. છાતીનો દુખાવો

હાઈ બ્લડ પ્રેશરથી છાતીમાં દુખાવો થઈ શકે છે. આ દુખાવો ઘણીવાર છાતીની એક બાજુએ થાય છે. જો તમને આવું લાગે તો તે હાઈ બ્લડ પ્રેશરનું કારણ હોઈ શકે છે.

2. વારંવાર પેશાબ
હાઈ બ્લડ પ્રેશરને કારણે વારંવાર પેશાબની સમસ્યા થઈ શકે છે. આ બ્લડ વેસલ્સમાં દબાણને કારણે થાય છે, જે કિડનીમાં રક્ત પ્રવાહમાં ઘટાડોનું કારણ બને છે, જેનાથી તેમની કામગીરીમાં ઘટાડો થાય છે.

3. અચાનક શ્વાસ લેવામાં તકલીફ
જો કોઈ વ્યક્તિને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય જે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી વધુ હાલત ખરાબ થઈ શકે છે, આ એક હાઈ બ્લડ પ્રેશરની નિશાની હોઈ શકે છે.

શરીર સતત થાકેલું લાગે છે તો આ કારણો હોઇ શકે | causes of tired body health

4. વધારે પડતો થાક લાગવો
લાંબા સમય સુધી શરીરમાં થાકનું કારણ હાઈ બ્લડ પ્રેશર હોઈ શકે છે. આ સંકેત છે કે, હાઈ બીપીને કારણે હૃદયને નુકસાન થઈ રહ્યું છે. તે માથાનો દુખાવો, ચક્કર, નબળી દ્રષ્ટિનું કારણ પણ બની શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ