બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Hevan became a father in Upleta

ધરપકડ / ઉપલેટામાં બાપ બન્યો હેવાન, 7 મહિના સુધી દીકરી પર આચર્યું દુષ્કર્મ, પહેલી પત્નીના મોત બાદ બીજી જતી રહી

Vishal Khamar

Last Updated: 10:28 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપલેટાનાં લાઠ ગામે માતા વિહોણી પુત્રી પર નરાધમ બાપે દુષ્કર્મ આચરતા હડકંપ મચી જવા પામ્યો હતો. પાટણવાવ પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ઉપલેટાના લાઠ ગામે પુત્રી પર નરાધમ બાપે આચર્યું દુષ્કર્મ
  • બીજી પત્નિ છોડીને જતી રહેતા સગીર પુત્રીને દુષ્કર્મનો શિકાર બનાવી
  • પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ જીલ્લાનાં ઉપલેટાનાં લાઠ ગામે માતા વિહોણી પુત્રી પર નરાધમ બાપે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે નરાધમ બાપે સગીરા સાથે છેલ્લા 7 માસથી દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું છે. નરાધમ પિતા વિરૂદ્ધ પાટણવાવ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી માહિતી મુજબ ઉપલેટાનાં લાઠ ગામે સગીરા તેની માતાનાં અવસાન બાદ તેનાં પિતા સાથે રહેતી હતી. જે બાદ તેનાં પિતા દ્વારા પ્રથમ પત્નિનું અવસાન થતા બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્ન બાદ આરોપીનાં ઘરે બીજી પત્નિથી બે પુત્રીઓનો જન્મ થયો હતો. જેનાં થોડા સમય બાદ જ બીજી પત્નિ બે પુત્રીઓને લઈ આરોપીને તરછોડીને જતી રહી હતી. 

બીજી પત્નિ છોડીને જતી રહેતા આરોપીની નિયત બગડી
બીજી પત્નિ આરોપીને છોડીને જતી રહ્યા બાદ આરોપી દ્વારા સગીર પુત્રી પર નજર બગાડી હતી. ત્યારે સાત માસ પહેલા સગીર પુત્રીનો એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.  છેલ્લા સાત માસમાં અનેક વખત સગીરા સાથે નરાધમ પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અવાર નવાર રાત્રીનાં સુમારે સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. જે બાબતની સગીરાનાં પરદાદીને જાણ થતા તેઓ સગીરાને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા. 

સમગ્ર બાબતે કેવી રીતે પ્રકાશમાં આવી
ઉપલેટાનાં લાઠ ગામે નરાધમ પિતા દ્વારા સગીરાની એકલતાનો લાભ લઈ અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. પરદાદી અચાનક ઘરે આવતા આરોપીને કઢંગી હાલતમાં જોઈ ગયા બાાદ સગીરા દ્વારા સમગ્ર બાબત પરદાદીને જણાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.  ત્યારે આ બાબતે વૃદ્ધ દાદીએ આરોપીને ઠપકો આપતા આરોપીએ વૃદ્ધ દાગી સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ દાદી સગીરાને લઈ પાટણવાવ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં સગીરાઓ પોલીસને સમગ્ર વિગત જણાવતો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પાટણવાવ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ