બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Heavy rains will occur in 7 states including Himachal-Uttarakhand, IMD alert issued for the next 5 days

ચેતવણી / ફરીવાર હિમાચલ-ઉત્તરાખંડમાં મેઘરાજા તબાહી મચાવવા તૈયાર! અતિભારે વરસાદને લઇ આગામી 5 દિવસ એલર્ટ જાહેર

Megha

Last Updated: 11:30 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Rainfall Alert: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે.

  • હિમાચલના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા
  • કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જારી કર્યું 
  • આ રાજ્યમાં 21 થી 24 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ 

Himachal Pradesh Uttarakhand Weather Update: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કેટલાય દિવસોથી વરસી રહેલા વરસાદે ચારે તરફ તબાહી મચાવી દીધી છે. આટલા દિવસોથી અવિરત વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ખતરો હજુ ટળ્યો નથી. હાલ પણ હિમાચલના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે અને તેની સાથે જ કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. 

ભારે વરસાદથી નદીઓમાં પાણીનું સ્તર વધશે
હિમાચલમાં 21મી ઓગસ્ટે એટલે કે આજે ભારે વરસાદ થઈ શકે છે, સાથે જ 22મીથી 24મી ઓગસ્ટ સુધી વરસાદ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે ચંબા અને મંડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ એવી પણ ચેતવણી આપી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે 26 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે. એવો અંદાજ છે કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધશે. સાથે જ  નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધી શકે છે જેના કારણે પાક અને ઇમારતોને પણ નુકસાન થશે.

આ રાજ્યમાં 21 થી 24 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ 
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે 21મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શિમલામાં શિવ મંદિર ધરાશાયી થતાં 28 વર્ષીય યુવકનું મોત
છેલ્લા એક સપ્તાહથી હિમાચલ પ્રદેશમાંથી તબાહીની તસવીરો સામે આવી રહી છે. વરસાદ અને પૂરના કારણે 78 લોકોના મોત થયા છે. તાજેતરમાં જ શિમલામાં શિવ મંદિર ધરાશાયી થવાને કારણે અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હતા. ઘણા લોકો ઘાયલ થયા. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી બાદ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. 

હિમાચલમાં બચાવ કામગીરી ચાલુ છે
ચોમાસાના વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં ઘણું નુકસાન થયું છે અને શિમલામાં જ અત્યાર સુધીમાં 25 ભૂસ્ખલન થઈ ચૂક્યા છે. નદીઓમાં પૂર આવી રહ્યા છે અને ઘણી ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ છે. આ તબાહીને જોતા નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ અને હોમગાર્ડ દ્વારા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી જોખમી વિસ્તારોમાં પણ દેખરેખ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ