બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains in Gir Somnath district led to flood-like conditions

જળબંબાકાર / ગીર સોમનાથમાં આભ ફાટ્યું: નદીના પાણી રસ્તા પર આવી જતાં કમર સુધી પાણી ભરાયા, ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો

Malay

Last Updated: 10:22 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy Rain In Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદને પગલે જૂનાગઢથી NDRFની એક ટીમ ગીર સોમનાથ મોકલાઈ છે.

 

  • ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદે સર્જી તારાજી 
  • મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી-પાણી
  • તાલાલા સરકારી હોસ્પિટલમાં ઘૂસતા દર્દીઓ મુશ્કેલીમાં
  • NDRFની ગુજરાતમાં હાલ 6 ટીમ સ્ટેન્ડબાય પર

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કેટલાક ગામનો સંપર્ક ખોરવાયો છે. સોનારિયા ગામમાં તો સૌથી ખરાબ સ્થિતિ છે. સોનારિયા ગામમાં કમર સુધી વરસાદી પાણી ભરાયા છે. અનારાધાર વરસાદે જિલ્લામાં તારાજી સર્જી છે. 

જૂનાગઢથી ગીર સોમનાથ મોકલાઈ NDRFની ટીમ
જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે NDRFની એક ટીમ ગીર સોમનાથ મોકલાઈ છે. જૂનાગઢથી NDRFની એક ટીમ ગીર સોમનાથ મોકલાઈ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હાલ NDRFની 6 ટીમ તૈનાત કરાઈ છે. કચ્છ, નવસારી, વલસાડમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. સાથે જ અમરેલી, રાજકોટમાં પણ NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના કારણે NDRFની ટીમ કરાઈ તૈનાત |  NDRF team stands by amid heavy rain forecast

તાલાલા સરકારી હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથ ભારે વરસાદને કારણે હિરણ નદીમાં પૂર આવ્યું છે. જેથી હિરણ નદીનું પાણી તાલાલા શહેરમાં ફરી વળ્યું છે. તાલાલા સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે. હોસ્પિટલમાં પાણી ઘૂસતા દર્દીઓની મુશ્કેલીઓમમાં વધારો થયો છે. હોસ્પિટલમાં વરસાદી પાણી ફરી વળતા ઓક્સિજન પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. 

વેરાવળનાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયાં  
વેરાવળની બિહારીનગર, અન્નપૂર્ણા સોસાયટી, શિવજી નગર, હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીની નદીઓ વહી રહી છે. વેરાવળના મુખ્ય બજારમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે.  ભારે વરસાદને કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. 

ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ
ગીર સોમનાથના તમામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે સુત્રાપાડા કોડીનાર હાઇવે પણ બંધ થયો છે. સુત્રાપાડા અને વેરાવળને જોડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે. તો વરસાદને કારણે પ્રાચી જવાનો રસ્તો બંધ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ