બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / heavy rains in bengaluru girl drowns to death after car gets stuck in underpass

જાહેરાત / ભારે વરસાદથી ભરાઈ ગયો બેંગ્લુરુનો અંડરપાસ, કાર ફસાતાં યુવતીનું ડૂબવાથી મોત, CMએ આપ્યું વળતર

Kishor

Last Updated: 11:55 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરૂમાં ભારે વરસાદના કારણે રવિવારે કે. કે. આર સર્કલ અંડરપાસમાં કાર અટવાઈ હતી.જેમાં એક યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

  • બેંગલુરૂમાં ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું
  • પાણીને પગલે કારમાં સવાર પરિવાર ફસાયો હતો
  • ભાનુરેખા નામની યુવતીને મૃત જાહેર કરાઈ

બેંગલુરૂમાં ભારે વરસાદના કારણે રવિવારે કે. કે. આર સર્કલ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે ત્યાં કાર ફસાઈ ગઈ હતી જે કારમાં સવાર પરિવારને ફાયર વિભાગ અને ઈમરજન્સી સેવાની ટીમે ભારે જહેમત બાદ બચાવી લીધો છે. પરિવારના અન્ય પાંચ સભ્યો અને ડૂબી ગયેલી કારને તંત્રએ ઉગારી લીધા હતા. જ્યારે 22 વર્ષની યુવતીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.પરિવારના સભ્યોએ મદદ માટે એલાર્મ બૂમ પાડતાં આસપાસના લોકો તેમને બચાવવા આગળ આવ્યા હતા. પરિવારના તમામ લોકોને રેસ્ક્યુ કરીને કારમાં સવાર તમામ લોકોને સેન્ટ માર્થા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ ભાનુરેખા નામની યુવતીને મૃત જાહેર કરી હતી. જેને લઈને પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી. 

કાર ડૂબવા લાગી હતી
અંડરપાસમાં પાણીના સ્તરનો જાણ્યા વિના કાર ચાલકે આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ અધવચ્ચે જ કાર ફસાઈ ગઈ હતી અને કાર ડૂબવા લાગી હતી. કારમાં સવાર લોકો બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ભારે વરસાદને કારણે પાણીની સપાટી સતત વધવા લાગી હતી. પરિવારજનોએ મદદ માગતા આસપાસના લોકો તેમને બચાવવા દોડી આવ્યા હતા. લોકોએ સાડી અને દોરડાની મદદથી તેમને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.



મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હોસ્પિટલ ખાતે દોડી ગયા

આ બનાવ અંગે જાણ થતાની સાથે જ કર્ણાટકના નવનિયુક્ત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જ્યા સ્થિતિનો તાગ મેળવી તેઓએ મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતરની જાહેરાત કરી હતી. એટલું જ નહીં હોસ્પિટલમાં દાખલ લોકોની સારવાર અંગે પણ જાહેરાત કરી હતી. ત્યારે આ અંગે સિદ્ધારમૈયાએ સત્તાવાર રીતે પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે આંધ્ર પ્રદેશના વિજયવાડાનો પરિવાર કાર ભાડે કરીને બેંગલુરુ ફરવા આવ્યો હતો

. જ્યાં વરસાદને લઈને અંડરપાસનો બેરિકેડ પડી ગયો જે ડ્રાઇવરને ધ્યાને ન આવતા તેણે પાસ કરવાનું જોખમ લીધું હતું. જ્યાં કાર અટવાઈ હતી. જેમાં ભાનુરેખા નામની ઈન્ફોસિસ કંપનીમાં કામ 22 વર્ષની યુવતીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.પત્રકારોએ તો એવી પણ ફરિયાદ કરી હતી કે હોસ્પિટલમાં દાખલ કરતી વેળાએ ભાનુરેખા જીવિત હતી પરંતુ ડોક્ટરોએ તેની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં તેનું મોત નીપજ્યું હોવાનો દાવો કર્યો હતો. આ આક્ષેપ મામલે સિદ્ધારમૈયાએ તપાસનીં ખાત્રી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ