બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains created havoc in Banaskantha

આફત / બિપોરજોયે બનાસકાંઠાને પાયમાલ કર્યું, ખેતરોમાં પાક તરતો દેખાયો, એક ઠેકાણે યુવાન ડૂબ્યો, બીજું ઘણું નુકશાન

Dinesh

Last Updated: 05:21 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાનેરાના નેનાવા માર્ગ નજીક વિંછીવાડી ગામનો યુવક ખેતર પાર કરતા સમયે પાણીમાં ડૂબ્યોની વિગતો, સ્થાનિક લોકોએ પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરી

  • બનાસકાંઠામાં ભારે વરસાદથી તારાજી
  • આલવાડા ગામે તણાઈ જતા એક વ્યક્તિનું મોત
  • ધાનેરામાં યુવક ખેતર પાર કરતા સમયે પાણીમાં ગરકાવ


બિપોરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠામાં સતત પવન સાથે વરસાદ વરસ્યો છે. જેમાં અનેક ખાના ખરાબી થઈ છે. જો કે, જિલ્લા વહવટી તંત્ર દ્વારા સરાનીય કામગીરીથી શક્ય તેટલી સતર્કતા રાખી આપદાથી લોકને જાગૃત કરાયા છે. પરંતુ ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તેમજ અનેક નાની મોટી નદીઓ તેમજ વોકળા શરૂ થયા છે જેના પગલે ખેતીના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. 

તણાઈ જતા એકનું મોત
ધાનેરાના આલવાડા ગામે ગતમોડી રાત્રે 8 વ્યક્તિઓના વોકળામાં તણાયા હતાં, જેના જાણ એન.ડી.આર.એફ.ની ટીમે થતાં તે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જે રેસ્કૂયમાં 7 લોકોને સહી સલામત બચાવી લીધા હતાં જ્યારે 1નું પાણીના વહેણમાં ડૂબી જતા મોત થયું છે.

યુવક ખેતર પાર કરતા સમયે પાણીમાં ગરકાવ, શોધખોળ શરૂ
બનાસકાંઠાના ધાનેરામાં યુવક ખેતર પાર કરતા પાણીમાં ગરકાવ થયો છે. ધાનેરાના નેનાવા માર્ગ નજીક વિંછીવાડી ગામનો યુવક ખેતર પાર કરતા સમયે પાણીમાં ડૂબ્યોની વિગતો છે. રાજસ્થાનમાં ભારે વરસાદથી વિંછીવાડી ગામમાં ધસમસતો પાણી ઘુસ્યું હતું. સ્થાનિક લોકોએ પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરી છે. 

ખેતરો ફેરવાયા બેટમાં
બનાસકાંઠામાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં અનેક નાની મોટી નદીઓ શરૂ થતાં ખેતરોમાં પાક તણાયો છે. સરહદીય વિસ્તાર થરાદ, ધાનેરા, સુઈગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને બાજરી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે. જ્યાં ખેતરો રિતસરના બેટમાં ફેરવાયા છે. 

રામપુરા ગામની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ  
વાવાઝોડાએ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. ડીસાના રામપુરા ગામની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ છે.  શાળામાં બાળકોની રજા હોવાને કારણે જાનહાનિ ટળી છે.  ભારે પવનના કારણે અનેક શાળાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભારે પવનથી વૃક્ષ, દીવાલ અને પતરા ઉડી જતા શાળા અનેક શાળાઓમાં મોટું નુકસાન થયું છે. ડિસાના સમૌનાના, રામપુરા, જૂનાડીસા સહિતના વિસ્તારોમાં તારાજી જેવા દર્શ્યો સામે આવ્યા છે. અહીં દિવાલ ધરાશાયી થઈ છે પતરાનો શેડ ઉડ્યો છે.

વરસાદથી અમીરગઢનો ધનપુરા ડેમ છલકાયો
બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે. વરસાદથી અમીરગઢનો ધનપુરા ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા અને ડેમમાં નવા નીર આવતા અમીરગઢના 25થી વધુ ગામને એલર્ટ કરાયા છે

લોકો ટ્રેક્ટર લઈ દૂધ ભરાવવા પહોંચ્યા હતા
બનાસકાંઠામાં ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. રસ્તા પર 5 ફૂટ પાણી ભરાતા લાખણીનું નાણી ગામનો સંપર્ક ખોરવાયો હતો. પશુપાલકોને દૂધ ભરાવવા માટે ખાસ ટ્રેક્ટરની ખાસ વ્યવસ્થા કરી દૂધ ભરાવવા પહોંચ્યા હતાં. 

ડુંગડોલ ગામ નજીક રેલવે ટ્રેકનો બેઝ ધોવાયો
અંબાજીમાં ધોધમાર વરસાદને કારણે રેલવે ટ્રેકને નુકસાન થયું છે. ડુંગડોલ ગામ નજીક રેલવે ટ્રેકનો બેઝ ધોવાયો છે જેના પગલે રેલવે વ્યવહારને અસર પડી છે. રેલવે ટ્રેક નીચેથી પાણી વહેતુ થયું હતું.

જડિયા ગામમાં 12 ભેંસ, 20 ગાય, સહિત 60 પશુના મૃત્યુ થયા
બનાસકાંઠાના ધાનેરાના જડિયા ગામે વાવાઝોડાથી તારાજી સર્જી છે. જડિયા ગામમાં 12 ભેંસ, 20 ગાય, સહિત 60 પશુના મૃત્યુ થયા છે. ખેડૂતનો 40 બોરી રાયડો પાણીમાં તણાયો છે.  વાવાઝોડાની અસરને લઈ ખેતીમાં ભારે નુકસાન થયું છે તો બીજી તરફ એક જ ખેડૂતની 12 ભેંસ પાણીમાં તણાઈ જતા ખેડૂત પર આફકના વાદળ ઘેરાયા છે. 

બાજરીનો પાક તણાયો
વરસાદી પાણી ભરાતા બાજરીના ઉભા પાકમાં મોટું નુકસાન થયું છે. વરસાદી પાણીમાં બાજરીનો પાક તણાયાના દર્શ્યો સામે આવ્યા છે. બાજરીનો પાક તણાતા ખેડૂતને લાખોનું નુકસાન થયું છે. 2 દિવસ પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. 

 

ચિત્રાસણી નાળામાં કેડસમા પાણી ભરાતા ટ્રક ફસાઈ 
બનાસકાંઠામાં ભારે વરસાદથી ગરનાળામાં પાણી ભરાયા છે. બાલારામ ચિત્રાસણી નાળામાં કેડસમા પાણી ભરાતા ટ્રક ફસાઈ છે. ટ્રક ડ્રાઈવર બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે. દર વર્ષે ચોમાસામાં આ નાળામાં પાણી ભરાઈ જાય છે જેને લઈ અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે.  અત્રે તમને જણાવી દઈએ કે, બાલારામ, વિરમપુર, અંબાજીને આ માર્ગ જોડે છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ