gujarat rain news : સવારે 6થી રાત્રીના 10 સુધીમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં મેંદરડામાં 7.5 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણાના બેચરાજીમાં 6.5 ઈંચ, પાટણના રાધનપુરમાં 6 ઈંચ નોંધાયો છે
સવારે 6થી રાત્રીના 10 સુધીમાં 246 તાલુકામાં વરસાદ
જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો
મેંદરડામાં 7.5 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 16 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે 90 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સવારે 6થી રાત્રીના 10 સુધીમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં મેંદરડામાં 7.5 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણાના બેચરાજીમાં 6.5 ઈંચ, પાટણના રાધનપુરમાં 6 ઈંચ તેમજ વંથલીમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસામણામાં 5.4 ઈંચ બનાસકાંઠાના ભાભરમાં 5.3 ઈંચ દિયોદરમાં 5.3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના બાર તાલુકાઓમાં છેલ્લા 16 કલાકમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
12,444 વ્યક્તિઓનું સ્થાળાંતર કરાયું
રાહત કમિશનર કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 12,444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.
ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો
મહેસાણાના ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ધરોઇ ડેમમાં 18 હજાથી વધુ ક્યુસેક પાણીની આવક વધી છે. ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. ડેમમાંથી 16 હજારથી વધુ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.
ભિલોડાનો સુનસર ધોધ વહેતો થયો
ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ અનેક નદીનાળા વહેતા થયા છે. વરસાદી માહોલ વચ્ચે અનેક ધોધ જીવંત બન્યા છે. હાલ અનેક ધોધમાંથી વરસાદી પાણી વહી રહ્યા હોય નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ તરફ ભિલોડાનો સુનસર ધોધ વહેતો થયો છે. ધરતીમાતાના મંદિર પાસે વહેતા ધોધના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે. સુનસર ધોધ વહેતો થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
બે તળાવ સહિત નદીના પાણીમાં બાયડ થયું જળમગ્ન, આકાશી દ્રશ્યોમાં દેખાયો ભયાવહ નજારો, જુઓ Video
વરસાદી માહોલ વચ્ચે ઈડર ડુંગર પર સર્જાયા નયનરમ્ય દ્રશ્ય, અદભુત Video કેમેરામાં કેદ