બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / heavy rain forecast in gujarat from today

હવામાન / આજથી 3 દિવસ ગુજરાત માટે અતિભારે: રાજ્યમાં ફરી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા વિસ્તારો પર માવઠાનું સંકટ

Dhruv

Last Updated: 07:41 AM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ફરીવાર આજથી ત્રણ દિવસ સુધી ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

  • આજથી 15 માર્ચ સુધી રાજ્યમાં ફરી વરસાદની શક્યતા
  • ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
  • ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં વાતાવરણ પલટાશે

ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. દરમ્યાન સાથે-સાથે છેલ્લા કેટલાંક દિવસથી વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. થોડાક દિવસ અગાઉ જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના લીધે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યારે વધુ એકવાર હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
રાજ્યમાં આજથી 15 માર્ચ સુધી ફરીવાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં તારીખ 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. એમાંય વળી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
જેમાં વિગતે વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે.

કયા-કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો દ. ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં પણ કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તમને જણાવી દઇએ કે, ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ