બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Heavy next 48 hours: Threat of cyclone in this state in Diwali itself, government alert

આગાહી / આગામી 48 કલાક અતિભારે: દિવાળીમાં જ આ રાજ્યમાં વાવાઝોડાનો ખતરો, સરકાર ઍલર્ટ

Priyakant

Last Updated: 11:56 AM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે કહ્યું કે, 22 ઓક્ટોબરે ચક્રવાત સી-વેવ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે

  • દિવાળીના તહેવારોમાં જ ઓડિશા પર ભયંકર ચક્રવાતનો ખતરો 
  • IMD અનુસાર ચક્રવાત સી-વેવ ઉત્તર આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં સક્રિય 
  • 23 અથવા 24 ઓક્ટોબરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે 

દિવાળી પહેલા ઓડિશા પર ભયંકર ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. IMD અનુસાર ચક્રવાત સી-વેવ ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આગામી 12 કલાકમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, 22 ઓક્ટોબરે ચક્રવાત સી-વેવ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આગામી 48 કલાક પછી 23 અથવા 24 ઓક્ટોબરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. 

ચક્રવાત પહેલા ઓડિશા સરકારે ચક્રવાતની સંભાવના ધરાવતા જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. સંભવિત વાવાઝોડાને જોતા સરકારે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ આપ્યો છે. સ્થિતિને જોતા ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પ્રશાસને 22 ઓક્ટોબરથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે. તેમજ 22 ઓક્ટોબરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 45 થી 65 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

આ સાથે ઓડિશા સરકારે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને ચક્રવાતથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રાજ્ય સરકારે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) અને ફાયર બ્રિગેડને તૈયાર રાખવા સિવાય તેના કર્મચારીઓની રજાઓ રદ કરી છે. આ સાથે રાજ્યના સાત કિનારાના જિલ્લાઓમાં ચેતવણી જારી કરવામાં આવી છે. ઓડિશા સરકારે ચક્રવાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રપારા, જગતસિંહપુર, પુરી, બાલાસોર, ભદ્રક, ખુર્દા અને ગંજમ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. 

પ્રાપ્ત વિગતો મુજબ ચક્રવાતની સંભાવના ધરાવતા જિલ્લાઓના કલેક્ટરને 22 ઓક્ટોબર પહેલા દરિયા કિનારે રહેતા ગ્રામજનોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાની સૂચના પણ આપવામાં આવી છે. ચક્રવાતથી બચવા માટે દરિયાકાંઠાના ગામોમાં આશ્રય સ્થાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ જિલ્લા અધિકારીઓએ માછીમારોને માછીમારી માટે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. આ સાથે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ