બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Heavily done! The terror of a gang of thieves who steal things and eat breakfast, the same house is targeted 4 times, where is the police?

અમદાવાદ / ભારે કરી ! ચીજ વસ્તુની ચોરી સાથે નાસ્તો પણ કરીને જતી ચોર ટોળકીનો આતંક, એક જ ઘર 4 વખત ટાર્ગેટ, પોલીસ ક્યાં?

Vishal Khamar

Last Updated: 05:40 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં બોપલમાં ચોર ટોળકીએ આતંક મચાવ્યો છે. ત્યારે ચોર ટોળકી દ્વારા છેલ્લા એક માસમાં 7 મકાનોને નિશાન બનાવ્યા છે તો એક મકાનમાં તો ચોર ટોળકીએ ચાર વખત ચોરીને અંજામ આપ્યો હતો.

  • અમદાવાદનાં બોપલનાં પોશ વિસ્તારમાં ચોર ટોળકીનો આતંક
  • એક જ માસમાં 7 થી વધુ મકાનમાં ચોરીને અંજામ આપ્યો
  • ચોર ટોળકીની દહેશનથી ખુદ રહીશો કરી રહ્યા છે ઉજાગરા

 અમદાવાદનાં બોપલનાં પોશ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોર ટોળકીનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે ચોરોને પકડવા માટે પોલીસ તેમજ રહીશો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તો પણ ચોર ટોળકી પોલીસ પકડથી દૂર છે.  ચોર ટોળકી દ્વારા એક જ માસમાં સાત થી વધુ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે. તેમજ ચોર ટોળકી CCTV  કેમેરામાં કેદ પણ થઈ છે. ત્યારે પોલીસ ચોર ટોળકીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. પરંતું હજુ સુધી ચોર ટોળકી પોલીસને હાથ લાગી નથી. 

એક જ માસમાં 7 થી વધુ મકાનમાં ચોરીને અંજામ આપ્યો
અમદાવાદનાં પશ્ચિમ વિસ્તાર એવા બોપલ ધીમે ધીમે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ત્યાં રહેતા રહીશોની સુરક્ષા પર અનેક સવાલ ઉભા થયા છે. બોપલનાં પોશ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકીએ આતંક મચાવ્યો છે. ત્યારે ચોરીની ઘટનાંઓ વધતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોરોએ બોપલ વિસ્તારમાં આવેલ પરમધામ સોસાયટીમાં એક જ માસમાં 7 થી વધુ મકાનમાં ચોરીને અંજામ આપ્યો છે. ચોરો ચોરી કરતી વખતે ઘરવખરીનો સામાન અને કિંમતી ચીજ વસ્તુની જ ચોરી કરે છે.

ચોર ટોળકીની દહેશનથી ખુદ રહીશોએ ઉજાગરા કરવાનો વારો આવ્યો
પરમધામ સોસાયટીમાં ચોર ટોળકી દ્વારા એક જ મકાનમાં ચાર વખત ચોરીને અંજામ આપ્યો છે. ત્યારે ચોર ટોળકી CCTV કેમેરામાં કેદ પણ થવા પામી છે. ચોર ટોળકી દ્વારા સિનિયર સીટીઝનને લોક કરીને ચોરીને અંજામ આપ્યો છે.ત્યારે આ અંગે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.  ચોર ટોળકીની દહેશનથી ખુદ રહીશોએ ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. 

પોલીસ સુરક્ષા વધારવા સ્થાનિકોની માગ
સામાન ચોરી અને નાસ્તો કરીને ચોર ટોળકી ફરાર થઈ જાય છે. ત્યારે આ બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ચોરીને ફરિયાદ નોંધાઈ છે. પરંતું પોલીસ દ્વારા પણ કંઈ કામગીરી કરવામાં ન આવતા સોસાયટી દ્વારા દરેક લાઈનમાં સિક્યુરીટી ગાર્ડ મુકવા માટેની કાર્યવાહિ હાથ ધરી છે.  તેમજ દરેક મકાનમાં cctv  રાખવાની પણ કાર્યવાહિ સોસાયટીનાં રહીશો દ્વારા શરૂ કરાઈ છે. રહીશો દ્વારા પોલીસ સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે. 

એનઆરઆઈ પરિવારના મકાનમા તો બે વર્ષમા 4થી 5 વખત ચોરીની ઘટના બની
બોપલની પરમધામ સોસાયટીમા રહેતા રહીશોમા ચોર ટોળકીની દહેસત વધી રહી છે.. મોડી રાત સુધી ઉજાગરા કરીને ચોર ટોળકીથી સાવચેત રહે છે.. આ સોસાયટીમા એનઆરઆઈ પરિવાર રહેતા હોય છે.. એક એનઆરઆઈ પરિવારના મકાનમા તો બે વર્ષમા 4થી 5 વખત ચોરીની ઘટના બની છે.. ચોરીની કિંમત કરતા ચોરી દરમ્યાન ફર્નિચરને ચોર ટોળકી નુકસાન કરે છે જેથી તેના સમારકામનો ખર્ચ વધી જાય છે.. અને આ ચોરીની કારણ 7થી 8 લાખ ઘરના રિનોવેશનનો ખર્ચ થઈ રહયો છે.. પરંતુ પોલીસ હજુ આ ચોર ટોળકીને પકડવા કે તેની પર નિયંત્રણ લાવી શકી નથી. આ પરિવાર દહેસત વચ્ચે પોતાના ઘરમા રહે છે.. અને પોલીસ સુરક્ષા નહિ આપતા હવે સોસાયટીએ દરેક ઘર દીઠ સીકયુરીટી ગાર્ડ રાખવાનો નિર્ણય કર્યો છે.. અને મકાનને સીસીટીવી કે સાઈરનથી સજજ કરીને સુરક્ષા વધારી છે.

પોલીસ ચોરીની ફરિયાદ લઈને સંતોષ માની રહી છે
બોપલમા સામાન્ય રીતે સુરક્ષા માટે સતત પેટ્રોલીંગ અને બંદોબસ્તની વાત થતી હોય છે. પરંતુ પરમધામ સોસાયટીના રહીશોનો ડર દરરોજ વધી રહયો છે. પરંતુ પોલીસ ચોરીની ફરિયાદ લઈને સંતોષ માની રહી છે. મહત્વનુ છે કે  આ સોસાયટીમા આજુ-બાજુ કન્સ્ટ્રકશન સાઈટ વધુ છે. અને બહારના રાજયોમાંથી મજુરો પણ આવતા હોય છે.. જેથી પોલીસે આ સાઈટમા કામ કરતા મજુરોની પુછપરછ કરીને ચોર ટોળકીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.. જયારે રહીશોએ પણ સોસાયટીની સુરક્ષા વધારવાની માંગ કરી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ