બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / heart attack symptoms making more calls on mobile can cause heart problems

રિસર્ચ / મોબાઇલ પર લાંબી વાતો કરનારા સાવધાન! નહીં તો સીધી હાર્ટને થશે અસર, સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

Manisha Jogi

Last Updated: 10:04 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હ્રદય રોગ જેવી બિમારીઓનું જોખમ વધ્યું છે. આ બાબતે એક ચોંકાવનારી સ્ટડી સામે આવી છે. મોબાઈલ પર વધુ સમય સુધી વાત કરવાથી શરીરને નુકસાન થાય છે.

  • જીવનશૈલીમાં ફેરફાર થવાને કારણે બિમારીઓનું જોખમ. 
  • ડાયાબિટીસ, હ્રદય રોગ જેવી બિમારીઓનું જોખમ વધ્યું. 
  • મોબાઈલ પર વધુ સમય સુધી વાત કરવાથી શરીરને નુકસાન.

 જે પ્રકારે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, તે પ્રકારે અનેક પ્રકારની બિમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હ્રદય રોગ જેવી બિમારીઓનું જોખમ વધ્યું છે. આ બાબતે એક ચોંકાવનારી સ્ટડી સામે આવી છે. મોબાઈલ પર વધુ સમય સુધી વાત કરવાથી શરીરને નુકસાન થાય છે. 

હાયપરટેન્શનનું જોખમ વધી શકે છે
મીડિયા રિપોર્ટ અનુસાર યૂરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી (ESC) એ આ બાબતે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દર સપ્તાહે 30 મિનિટ અથવા વધુ સમય સુધી મોબાઈલ પર વાત કરવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહે છે. 

હ્રદયને નુકસાન થઈ શકે છે
સદર્ન મેડિકલ યૂનિવર્સિટી, ગ્વાંગઝૂ ચીનના સ્ટડી લેખક પ્રોફેસર જિયાનહુઈ કિને જણાવ્યું કે, વધુ સમય સુધી મોબાઈલ પર વાત કરવી તે હ્રદયના આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે. 

આ પ્રકારની પરિસ્થિતિ શા માટે બને છે?
નિષ્ણાંત અનુસાર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા સમયે રેડિયોફ્રિક્વન્સીના કારણે એનર્જીનું લૉ લેવલ રિલીઝ થાય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. કોલ કરવા બાબતે સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડીમાં યૂકે બાયોબેન્કના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
અનેક બાબતોને ધ્યાનમાં રાખીને આ સ્ટડી કરવામાં આવી છે. ઉંમર, લિંગ, બોડી માસ ઈન્ડેક્ષ, સ્મોકિંગ હિસ્ટ્રી, બ્લડ પ્રેશર હિસ્ટ્રી, ગ્લુકોઝ લેવલની સ્થિતિ અને ફોનના ઉપયોગની તપાસ કરવામાં આવી છે. ત્યારપછી ફોનનો ઉપયોગ અને હાઈ બ્લડ પ્રેશર વચ્ચેના સંબંધની તપાસ કરવામાં આવી છે. 

સ્ટડી
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જે લોકોની ફેમિલી હિસ્ટ્રી હોય તે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવાનું 33 ટકા જોખમ રહેલું છે. જે લોકો સપ્તાહમાં 30 મિનિટથી વધુ ફોન પર વાત કરી રહ્યા હતા અને તેમને પણ આ જોખમ રહેલું છે. જે લોકોની ફેમિલી હિસ્ટ્રી નથી, તે લોકોને બ્લડ પ્રેશર થવાનું જોખમ ઓછું છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ