બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heart attack deaths continue to rise in Gujarat, 3 more deaths today

દુઃખદ / આજે વધુ 3 લોકોને હાર્ટ એટેક ભરખી ગયો, ગીર સોમનાથના તાલાલામાં તો કપડાં ધોતા-ધોતા મહિલાને આવ્યો હુમલો

Malay

Last Updated: 10:14 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકથી થતાં મૃત્યુના કેસમાં સતત વધારો, આજે ફરી હાર્ટ એટેકથી 3 લોકોએ ગુમાવ્યા જીવ, તમામના પરિવાર પર તૂટી પડ્યું આભ

  • ગીર સોમનાથના તાલાલામાં હાર્ટ એટેકથી 2ના મૃત્યુ 
  • હિરણ નદીમાં કપડા ધોતા સમયે મહિલાને આવ્યો હાર્ટએટેક 
  • ગાભા ગામના નિકુંજ પરમાર નામના વ્યક્તિનું હાર્ટએટેકથી મૃત્યુ 
  • સાબરકાંઠામાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત 

Heart Attack News: ગુજરાતમાં નાની વયે હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. હાર્ટ અટેકના કારણે મૃત્યુના કિસ્સાએ ચિંતા વધારી છે. કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. આ મામલે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. આમ છતાં અચાનક યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આજે ફરી હાર્ટ એટેકથી 3 લોકોના મૃત્યુ થયા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં હાર્ટ એટેકથી 2 લોકોના નિધન થયા છે. જ્યારે સાબરકાંઠામાં હાર્ટ એટેકથી એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. આ તમામના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

યુપીમાં ક્રિકેટ રમતાં રમતાં 32 વર્ષીય યુવાનનું મોત, નાની ઉંમરમાં હાર્ટએટેકથી  કેવી રીતે બચવું | 32 year old dies while playing cricket in UP heart attack  at a young age

કપડા ધોતી વખતે મહિલાને આવ્યો હાર્ટ એટેક
છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલામાં હાર્ટ એટેકથી 2ના મોત થયા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તાલાલાની હિરણ નદીમાં કપડા ધોતી વખતે મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો. જેબુનબેન અહેમદ નામના મહિલાનું હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું. જેબુનબેન નદીના કાંઠે કપડા ધોતી વખતે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. જે બાદ તેમના પરિવારજનો તેમને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

ગાભા ગામના નિકુંજનું હાર્ટ એટેકથી મોત 
તો બીજા બનાવની વાત કરીએ તો ગીર સોમનાથના ગાભા ગામમાં પણ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથના ગાભા ગામના નિકુંજ પરમાર નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. નિકુંજ પરમારના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાયો છે. 

મૃતકઃ નિકુંજ પરમાર 

છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ભરત પટેલ ઢળી પડ્યા
સાબરકાંઠા જિલ્લામાં પણ એક યુવકનું હ્રદય થંભી જતાં મૃત્યુ નિપજ્યું છે. સાબરકાંઠાના સાબલવાડ કંપાના રહેવાસી ભરત પટેલને ગઈકાલે રાતે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જે બાદ તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જેથી તેમને લઈને પરિવારજનો હોસ્પિટલ  ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ ભરત પટેલને મૃત જાહેર કર્યા હતા. સાબરકાંઠામાં એક સપ્તાહમાં હાર્ટ એટેકથી મોતની બીજી ઘટના સામે આવી છે. 

મૃતકઃ ભરત પટેલ

હાર્ટ એટેકથી જ હ્રદય બંધ થઈ જાય છેઃ આર. એસ ત્રિવેદી 
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના બનાવ પર રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ આર.એસ ત્રિવેદીએ જણાવ્યું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેકથી જ હ્રદય બંધ થઈ જાય છે તેવું સામે આવ્યું છે. આવા કેસોમાં અન્ય કોઈ કારણ જણાતું નથી. હાર્ટ એટેક આવવા પાછળના અલગ-અલગ કારણો હોઈ શકે છે. જેમ કે કોઈને સ્ટ્રેસ હોય, કોઈને ચિંતા હોય, કોઈને વધારે હરખ હોય, કોઈને બ્લડપ્રેશરની બીમારી હોય તો પણ આવું થઈ શકે છે. ચોક્કસ કારણ હ્રદય બંધ થઈ જવું જ આવે છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ