બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Hearing in High Court regarding Rahul Gandhi's revision petition

અમદાવાદ / રાહુલ ગાંધીને હાલ રાહતના કોઇ એંઘાણ નહી,વચગાળાની રાહત આપવાનો ઇન્કાર,ઉનાળુ વકેશન પછી કોર્ટ ચુકાદો આપશે

Dinesh

Last Updated: 05:13 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીની રિવિઝન અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિમલ શાહ, હિંમતસિંહ પટેલ, વકીલ પંકજ ચાંપાનેરી કોર્ટ રૂમમાં હાજર

  • મોદી અટક બદનક્ષી કેસમાં રિવિઝન અરજી
  • રિવિઝન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી
  • રાહુલ ગાંધીને હમણાં રાહતના કોઈ સંકેત નહીં

ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ મામલે ગત 29 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી ત્યાર બાદ આજે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે.

કોર્ટનો ઓર્ડર વેકેશન પછી આવી શકે
કોર્ટ રૂમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિમલ શાહ તેમજ હિંમતસિંહ પટેલ, વકીલ પંકજ ચાંપાનેરી સહિતના લોકો કોર્ટ રૂમમાં હાજર રહ્યાં હતાં. જ્યાં રાહુલ ગાંધીના વકીલ અને પૂર્ણેશ મોદીના વકીલે સામ સામે દલીલો કરી હતી. જો કે, વકીલોમાં ચાલતી ચર્ચા મુજબ રાહુલ ગાંધીના બદનક્ષી કેસમાં કોર્ટનો ઓર્ડર વેકેશન પછી આવી શકે છે. અત્રે તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના વકીલે જુદા જુદા કેસમાં આવેલા ચુકાદાઓને ટાંકીને ધારદાર દલીલો કરી છે.

પૂર્ણેશ મોદીના વકીલે શું કહ્યું?
પૂર્ણેશ મોદીના વકીલે કહ્યું કે, રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ચોકીદાર નથી, દેશના પૈસા લૂંટ છે, નીરવ, લલિત અને વિજય માલ્યા તેમજ મહેલ ચોક્સી પૈસા લઈને ભાગી ગયા છે. મોદી મોદી મોદી બધા મોદી કેમ છે?. કોર્ટમાં પૂર્ણેશ મોદીના વકીલ નાણાવટીS દલીલ કરી છે કે, ફરિયાદી કે કોર્ટે રાહુલ ગાંધીને ગેરલાયક નથી ઠેરવ્યા સંસદે ગેરલાયક ઠેરવ્યા છે તેમજ દલીલ એવી ન કરી શકે કે ફરિયાદીના લીધે તેઓ નુકસાન સહન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલે ગાંધીએ 'બધા મોદી ચોર કેમ હોય છે?' એવું નિવેદન આપ્યું હતું તેમજ હું પૂર્ણેશ મોદી હોવાથી મેં ફરિયાદ કરી છે અને ડિસ્ક્વૉલિફિકેશન બાદ રાહુલે કહ્યું, હું ગાંધી છું સાવરકર નહીં જેથી માફી નહીં માગુ અને રાહુલ ગાંધીએ માફી માગવાનો પણ ઈનકાર કર્યો. વકીલે વધુમાં કહ્યું કે, તમારુ મોં છે તમે ગમે તે બોલી શકો છો પરંતુ ફરી અહીં અપીલ ન કરી શકો અને તમે તમારા જાહેર નિવેદનોના સ્ટેન્ડ પર રહો તેમજ નિવેદનો બાદ નાના બાળકની જેમ રડો નહીં કે ડિસ્ક્વૉલિફાય કરી દેવાયા.

જૂથવાદ: ગુજરાત HCના 38% વકીલોનું ગુજરાતી ભાષાને સમર્થન, 62%એ વિરોધ કરતા  લેવાયો આ નિર્ણય | 62 percent lawyers opposed the Gujarati language in  Gujarat High Court

શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?"  જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. 

20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ