બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Hearing in High Court on petition challenging liquor ban in Gujarat

નિર્ણય / ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી, અરજદારે કહ્યું ઘરમાં કોણ શું ખાશે-પીશે એમાં સરકારના હસ્તક્ષેપ જરૂર નથી

Vishal Khamar

Last Updated: 03:54 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દારૂબંધીની નીતિને પડકારતી અરજી પર હવે 7 ઓગસ્ટનાં રોજ અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે અરજદારે આ મુદ્દે કહ્યું હતું કે એક ચોક્કસ દિવસે આ અંગે નિર્ણય લેવો જરૂરી છે.

  • રાજ્યમાં દારૂબંધીની નીતિને પડકારતી અરજી  પર હાઈકોર્ટમાં સુનાવણી
  • દારૂબંધીને પડકારતી અરજીમાં કોઈ ઉતાવળની જરૂર નથીઃ એડવોકેટ જનરલ
  • દારૂબંધીને પડકારતી તમામ અરજીઓની અંતિમ સુનાવણી 7 ઓગસ્ટે

રાજ્યમાં દારૂબંધીની નીતિને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ છે. ત્યારે એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે દારૂબંધીને પડકારતી અરજીમાં કોઈ ઉતાવળની જરૂર નથી. બીજા ઘણા મહત્વનાં કેસો છે જેની પર તત્કાલ સુનાવણી જરૂરી છે. અદાલતે આ અરજીને પ્રાથમિકતા આપવી જોઈએ નહિ. ત્યારે અરજદર તરફથી કોર્ટમાં રજૂઆત કરાઈ કે આ એક મહત્વનો મુદ્દો છે.  આખા રાજ્યને અસર કરતો મુદ્દો છે.  વ્યક્તિ પોતાનાં ઘરમાં શું ખાશે કે શું પીશે તેમાં સરકારનાં હસ્તક્ષેપ જરૂરી નથી. એક ચોક્કસ દિવસે આ અંગે અંતિમ નિર્ણય લેવો જરૂરી છે. દારૂબંધીને પડકારતી તમામ અરજીઓની અંતિમ સુનાવણી 7 ઓગસ્ટે થશે. ત્યારે 7 ઓગસ્ટનાં રોજ આ તમામ અરજીઓ પર અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે.


અગાઉ થયેલી સુનાવણીમાં  HC એ કહ્યું હતું કે અરજદારની અરજી યોગ્ય નથીઃ હાઈકોર્ટ
અગાઉ થયેલી સુનાવણીમાં અરજદાર અને એડવોકેટ જનરલ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. અરજદારે કહ્યું કે, રાજ્યમાં દારૂબંધી હોવાથી પ્રવાસીઓ ઘટ્યા છે. તો સામે એડવોકેટ જનરલે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂની પરવાનગી ન મળી શકે. ગુજરાત હાઇકોર્ટમાં અરજદારની અરજી યોગ્ય નથી. તો સામે અરજદારે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં આવી અનેક અરજી થાય છે. અને ગુજરાતમાં પણ આ અરજી યોગ્ય છે. કોઈ રાજ્યમાં નિયમો થોપી બેસાડે તેવા બંધારણના હકો નથી. તો સામે એડવોકેટ જનરલે કહ્યું રાજ્યમાં દારૂની પરવાનગી નહીં અપાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ