બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Health Tips control blood sugar naturally diabetes control remedies

Health Tips / હજુ ડાયાબિટીસથી છો પરેશાન? તો કિચનમાં રહેલી આ ચીજવસ્તુઓ થશે કારગર સાબિત, અપનાવો દેશી નુસખા

Arohi

Last Updated: 01:10 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Remedies For Diabetes: આજકાલ ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ છે ખરાબ લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ્સ. તેને કંટ્રોલ કરવા માટે સૌથી જરૂરી છે કે તમે પોતાની ડાયેટ પર ખાસ ધ્યાન આપો.

  • ડાયાબિટીસને આ રીતે રાખો કંટ્રોલમાં 
  • ઘરમાં રહેલી આ વસ્તુઓ કરશે મદદ 
  • તમારી ડાયેટનું રાખો ખાસ ધ્યાન 

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ભોજનના કારણે ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આ બીમારી હવે દરેક ઉંમરના લોકોને પ્રભાવિત કરે છે. જો સમય રહેતા બ્લડ શુગર લેવલને કંટ્રોલ ન કરવામાં આવે તો આ બીમારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 

તમે પોતાની ડાયેટમાં હેલ્ધી વસ્તુઓને શામેલ કરી શુગરને કંટ્રોલ કરી શકો છો. તેના ઉપરાંત નિયમિત રીતે એક્સરસાઈઝ કરવું પણ જરૂરી છે. જો તમે પણ વધતા શુગરથી પરેશાન છો તો આ સરળ ઘરેલુ ઉપાયની મદદથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.

હળદર 
ઔષધીય ગુણોથી ભરપુર હળદર તમને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવી શકે છે. તેમાં રહેલા કરક્યૂમિન ડાયાબિટીસને ઓછી કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત હળદર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપુર હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તમે હળદરને ઘણી રીતે પોતાની ડાયેટમાં શામેલ કરી શકો છો. 

મેથી 
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી કોઈ ઔષધીથી કમ નથી. ફાઈબરથી ભરપૂર મેથી રક્ત શર્કરાના સ્તરમાં સુધાર કરે છે. તમે ડાયાબિટીસના દર્દી છો તો દરરોજ સવારે ખાલી પેટે મેથીનું પાણી જરૂર પીવો. તેનાથી ડાયાબિટીસની સમસ્યાથી રાહત મળે છે. 

તુલસીના પાન 
તુલસીના પાન ઘણી બીમારીઓને દૂર કરે છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક્સ હોય છે. જે શરીરને ઘણી સમસ્યાથી બચાવે છે. તુલસીના પાન બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે પોતાની ડાયેટમાં તુલસીની ચાને શામેલ કરી શકો છો. 

તજ 
તજમાં એન્ટી-વાયરલ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે સાથે જ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તજ ટાઈપ-2 ડાયાબિટીસના ખતરાને ઓછુ કરવામાં મદદ કરે છે. 

લવિંગ 
લવિંગ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ ખૂબ જ છે. લવિંગ મેગ્નીઝનો એક સારો સોર્સ છે અને તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયાલ ગુણ મળી આવે છે. આ બ્લડ શુગરને પણ ઓછુ કરવામાં મદદ કરે છે. લવિંગનું પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

જીરૂ 
ડાયાબિટીસના દર્દી માટે જીરૂ ખૂબ જ ફાયદાકારક છે. આ ભોજનના સ્વાદને વધારે છે સાથે જ ઘણી બીમારીઓને દૂર કરે છે. આ શરીરમાં ઈંસુલિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. માટે દરરોજ ખાલી પેટ જીરાનું પાણી પીવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ