બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / health problem during winter season heart attack paralysis asthma attack

સાવધાન / હાડ થીજવતી ઠંડી હૅલ્થ માટે ખતરનાક! માત્ર હાર્ટ એટેક જ નહીં, બની શકો આ ગંભીર બીમારીઓના પણ ભોગ

Premal

Last Updated: 01:42 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની સિઝનમાં હેલ્થનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે. હાર્ટ એટેકની સાથે દર્દીઓએ આ સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી બચાવ કરવો અત્યંત જરૂરી છે.

  • વધી રહેલી ઠંડી હેલ્થ માટે થઇ શકે છે ખતરનાક
  • આ સમસ્યાઓ શિયાળામાં તમને ઘેરી શકે
  • શ્વાસના દર્દીઓ માટે ઠંડી વધુ ખતરનાક 

હેલ્થ સાથે જોડાયેલી કઈ પરેશાની શિયાળામાં તમને ઘેરી શકે? 

ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. ઘણી જગ્યાએ પારો ન્યુનત્તમ 1 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એવામાં આરોગ્યનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. કડકડતી ઠંડીમાં સ્વાસ્થ્યને થોડુ નજરઅંદાજ કરવુ ભારે પડી શકે છે. ખાસ કરીને જે લોકો પહેલેથી જ બિમાર છે, એવા લોકોએ વિશેષ સારસંભાળની જરૂર છે. હાર્ટથી લઇને શ્વાસના દર્દીઓ માટે આટલી ઠંડી ખતરનાક સાબિત થઇ શકે છે. તો સામાન્ય માણસને પણ શિયાળામાં આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ હેલ્થ સાથે જોડાયેલી કઈ પરેશાની આ શિયાળામાં ઘેરી શકે છે અને કેવીરીતે કરશો તેનાથી બચાવ. 

હાઈ બીપી અને હાર્ટના દર્દી રહે સાવધાન 

ઠંડીનો ખરાબ પ્રભાવ સૌથી પહેલા હાઈ બીપી અને દિલના દર્દીઓ પર થાય છે. ઠંડીમાં રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે, જેના કારણે શરીરમાં લોહીનો પ્રભાવ વધારે ધીમો થવા લાગે છે. જેનાથી તેમને હાર્ટ એટેક આવવાની સૌથી વધુ સંભાવના રહે છે. હાર્ટના દર્દીઓને શિયાળાની સિઝનમાં ખાસ કરીને બચાવ કરવા અને પોતાને ગરમ રાખવાની જરૂર હોય છે. જેનાથી લોહીનો પ્રવાહ ઓછો ના થાય.

થઇ શકે છે પેરાલિસિસ

શિયાળામાં લકવા મારવાના કેસ વધી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓમાં આ જોખમ વધુ જોવા મળે છે. સ્કિનની નીચે રહેલી લોહીની નળીઓ ઠંડીના કારણે સંકોચાવા લાગે છે. જેના કારણે મગજમાં લોહી ઓછુ પહોંચે છે અને લકવા થવાનો ડર રહે છે. સામાન્ય સ્વસ્થ માણસ પણ શિયાળાની સિઝનમાં લકવાનો શિકાર થઇ શકે છે. જરૂરી છે કે પોતાને ઠંડીથી બચાવીને રાખો. 

શ્વાસ લેવામાં તકલીફ 

ઠંડી અને અસ્થમાના દર્દીઓ માટે પરેશાની વધારનારું રહે છે. પોતાને ઠંડીમાંથી બચાાવવા માટે લોકો ઘરમાં કેદ થાય છે અને બારી-દરવાજા પણ ખોલતા નથી. એવામાં અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો બહારની હવામાં પણ ભેજનો અભાવ હોય છે, જે ફેફસાને સારી રીતે કામ કરવા દેતી નથી અને અસ્થમાના દર્દીઓ માટે મુશ્કેલી વધી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ