બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / health omega 3 fatty acids help to lower risk of heart attack reduced high cholesterol

હેલ્થ / શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને જડમૂળથી ખતમ કરી નાખશે આ 5 ફૂડ્સ, જાણો અન્ય ફાયદા

Manisha Jogi

Last Updated: 10:36 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, તળેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલ વધવા લાગે છે. શરીરમાં કોલસ્ટ્રોલ ના વધે તે માટે આરોગ્યપ્રદ ફૂડનું સેવન કરવું જોઈએ.

  • કેટલાક કોલસ્ટ્રોલ શરીર માટે જોખમી
  • હાર્ટ એટેક સંબંધિત અનેક બિમારીઓનું જોખમ વધી જાય છે
  • તળેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલ વધવા લાગે છે

શરીર માટે કોલસ્ટ્રોલ જરૂરી છે, પરંતુ કેટલાક કોલસ્ટ્રોલ શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. જેના કારણો લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થતું નથી અને હાર્ટ એટેક સંબંધિત અનેક બિમારીઓનું જોખમ વધી જાય છે. આ કારણોસર શારીરિક રીતે એક્ટીવ રહેવું જરૂરી છે. અયોગ્ય ફૂડને કારણે સેચ્યુરેટેડ, રિફાઈન્ડ ફૂડના કારણે કોલસ્ટ્રોલ વધી જાય છે. ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, તળેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલ વધવા લાગે છે. શરીરમાં કોલસ્ટ્રોલ ના વધે તે માટે આરોગ્યપ્રદ ફૂડનું સેવન કરવું જોઈએ. ડાયટમાં કેટલીક વસ્તુઓ શામેલ કરવાથી હાર્ટની દીવાલો પર જે કોલસ્ટ્રોલ હોય છે, તે બહાર નીકળી જાય છે. 

ઓટમીલ- ઓટમીલમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે કોલસ્ટ્રોલ દૂર કરે છે. ઓટમીલમાં સોલ્યૂબલ ફાઈબર હોય છે, જેથી ખરાબ કોલસ્ટ્રોલ ઓછો થઈ જાય છે. ઉપરાંત ઓટમીલના ચોકરનું સેવન કરવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. 

સાર્ડિન અથવા ટ્રોટ માછલી- ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ભોજનનું સેવન કરવાથી ધમનીઓમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ ઓછું થાય છે. ટ્રાઈગ્લિસરાઈડ્સના કારણે ધમનીઓની દીવાલ હાર્ડ થઈ જાય છે અને તેમનાં ગઠ્ઠા બનવા લાગે છે. જે લોકોને હાર્ટ એટેક આવ્યો હોય તેમના માટે ઓમેગા 3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. સાર્ડિન, ટૂના, ટ્રોટ જેવી ફૈટી ફિશમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. 

નટ્સ- બદામમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તમામ પ્રકારના નટ્સનું સેવન કરવાથી હાર્ટ મજબૂત બને છે. ટ્રી નટ્સની મદદથી હાઈ કોલસ્ટ્રોલ ઓછો થાય છે. 

એવોકાડો- એવોકાડોમાં મોનેસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. જે હાર્ટની બિમારીઓ સામે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે અને ખરાબ કોલસ્ટ્રોલ ઓછો કરે છે. 

ઓલિવ ઓઈલ- ઓલિવ ઓઈલમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે હાર્ટ માટે ખૂબ જ હેલ્ધી છે. ભોજનમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવાથી હાર્ટ એટેકનું જોખમ રહેતું નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ