બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Health News diabetes patient home remedies for buring sensation in feet

હેલ્થ ટિપ્સ / ઉંમર વધવાની સાથે-સાથે ડાયાબિટીસના દર્દીઓને વધવા લાગે છે આ મુશ્કેલી, જાણો કારણ અને ઉપાય

Arohi

Last Updated: 11:05 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Remedies For Diabetes Patient: ડાયાબિટીસની બિમારી ખૂબ જ ખતરનાક બીમારી છે. જ્યારે કોઈ ડાયાબિટીસના દર્દીની ઉંમર વધવા લાગે છે તો તે બીમારી સૌથી પહેલા પગ પર એટેક કરે છે.

  • ડાયાબિટીસ છે ખૂબ જ ખતરનાક 
  • પગ પર અટેક કરે છે આ બિમારી 
  • દર્દીઓને વધવા લાગે છે આ મુશ્કેલી

ડાયાબિટીસ જેવી બિમારી છે જો કોઈ વ્યક્તિને પોતાના શકંજામાં લઈ લે તો પછી મર્યા બાદ જ પીછો છોડે છે. ડાયાબિટીસની બિમારીને લઈને મોટાભાગે એવી વાત કહેવામાં આવે છે કે આ વ્યક્તિને ધીરે ધીરે અંદરથી પોલું કરી નાખે છે. આજે વાત કરીશું ડાયાબિટીસના દર્દીઓના પગમાં થતી બળતરા વિશે. 

મોટાભાગે આ બિમારીના દર્દીની નશોમાં મુશ્કેલી રહે છે. નર્વ્સમાં મુશ્કેલી થવા પાછળ સૌથી મોટુ કારણ છે કે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેના શરીરમાં શુગર લેવલ વધતું રહે છે. જેના કારણે નસોની મુશ્કેલી શરૂ થાય છે. 

ડાયાબિટીસ ન્યૂરોપેથી 
ડાયાબિટીસના દર્દીની નસોમાં જ્યારે મુશ્કેલી શરૂ થાય છે તો તેને ડાયાબિટીસ ન્યૂરોપેથી કહેવામાં આવે છે. તેમાં ઘણી નશો સમયની સાથે ખરાબ થવા લાગે છે. જેની સીધી અસર પગ પર પડે છે. જેના કારણે ચાલવા ફરવામાં મુશ્કેલી શરૂ થવા લાગે છે. પગમાં ખૂબ દુખાવો થવા લાગે છે. એવામાં ફક્ત દવાનો જ સહારો રહે છે. 

પગમાં થતી બળતરાને કેવી રીતે કરશો દૂર? 
જો તમે કે તમારી આસપાસ ડાયાબિટીસના દર્દી છે અને તેના પગમાં ખૂબ વધારે બળતરા થાય છે. તો તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો. સૌથી પહેલા એક ડોલમાં હુફાળુ પાણી લો અને તેમાં સિંધાલુ નાખો. સિંધાલુમાં નેચરલ મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે જે સોજાને ઓછો કરીને પગમાં થતી બળતરા અને દુખાવાને ઓછો કરે છે. ગરમ પાણીમાં સિંધાલુ નાખીને 20થી 30 મિનિટ સુધી પગને ડુબાડી રાખો. 

આદુના તેલથી કરો માલિશ 
ડાયાબિટીસના દર્દીને પગમાં થતી બળતરા ખૂબ પરેશાન કરી શકે છે. એવામાં તમે આદુના તેલનો ઉપયોગ પગ પર કરી શકો છો. દરરોજ રાત્રે સુતા પહેલા હાથમાં આદુનું તેલ લો અને તેને સારી રીતે પગ પર માલિશ કરો. તેનાથી બળતરા ઓછી થઈ જશે. આદુમાં એન્ટીઈન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે જે તરત રાહત આપવામાં મદદ કરે છે. 

એપલ વિનેગર 
એપલ વિનેગરમાં ખૂબ જ ગુણ રહેલા છે. એપલ વિનેગર બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન ઓછુ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ ન્યૂરોપેથી માટે આ એક પરફેક્ટ પગલું છે. સૌથી પહેલા તમે હુંફાળુ પાણી લો અને તેમાં એપલ વિનેગર મિક્સ કરી લો. હવે આરામથી 20-25 મિનિટ તેમાં પગ મુકો. તેનાથી તમારી નસોને આરામ મળે છે અને તમે રાત્રે શાંતિથી સુઈ શકો છો. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ