બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health news banana fruit can help in stress management mental health

ના હોય! / ડિપ્રેશનથી લઇને બ્લડ પ્રેશર... અનેક રોગોને જડમૂળથી ખતમ કરી નાખશે આ ફ્રૂટ, કરો ડાયટમાં સામેલ

Arohi

Last Updated: 03:06 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Banana: હેલ્થ સારી રહે તે માટે જરૂરી છે કે મેન્ટલ હેલ્થ પણ સારી રહે નહીં તો તમે સ્ટ્રેસ અથવા ડિપ્રેશનનો શિકાર બની શકો છો. તેમાં કેળા ખાવાથી આરામ મળી શકે છે.

  • મેન્ટલ હેલ્થ છે જરૂરી
  • ડાયેટમાં શામેલ કરો આ ફળ 
  • અનેક બીમારીઓ થઈ જશે દૂર 

આજકાલ લોકોના જીવનમાં સ્ટ્રેસ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. તેનાથી બચવા માટે આપણે ઘણા પ્રકારના ઉપાય કરીએ છીએ પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેળાની મદદથી મેન્ટલ પ્રોબ્લેમ્સને જૂર કરી શકાય છે. દરરોજ એક કેળુ ખાવાથી મેન્ટલ પ્રોબ્લેમ્સને દૂર કરી શકાય છે. 

રોજ એક કેળું ખાવાથી તમારા શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે. કેળા વિટામિન B6નો સારો સોર્સ છે અને જેટલું તમારા શરીર માટે રોજ વિટામિનની જરૂર હોય છે. તેના 25 ટકા એક કેળામાંથી મળે છે. તેના ઉપરાંત કેળા ખાવાથી તમને ડેલી ઈનટેકના 10 ટકા પોટેશિયમ, વિટામનિ સી અને મેંગનીઝ પણ મળે છે. 

કેળા ખાવાના ફાયદા 
ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર છે કેળા 

કેળા પ્રાકૃતિક રીતે ફેટ, કોલેસ્ટ્રોલ અને સોડિયમ ફ્રી હોય છે. જેના કારણે તેને ડાયેટમાં શામેલ કરવું તમારા માટે ફાયદાકારક છે. રિપોર્ટ અનુસાર કેળામાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ કેરોટિનાઈડ અને ફ્લેવોનોયડ્સ હોય છે. આ તમારી આંખોના સ્વાસ્થ્ય માટે સારૂ છે અને હાર્ટ ડિઝીઝથી લઈને ઘણા પ્રકારના કેન્સરના ખતરાને પણ ઓછો કરે છે. 

ડાયેટ ફ્રેન્ડલી છે કેળા 
એક કેળામાં 110 કેલેરી, 30 ગ્રામ કાર્બ્સ અને 3 ગ્રામ ફાઈબર હોય છે. કેળામાં હાજર ફાઈબર ડાયજેશનને સ્લો કરે છે. જેના કારણે ઘણા સમય સુધી તમને ભુખ નથી લાગતી. તેના ઉપરાંત તેમાં Resistant Starch, એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ હોય છે જે તમારી ડાઈજેસ્ટિવ હેલ્થ માટે સારૂ છે. તેનાથી ઘણી ગંભીર બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે અને આ તમારા બ્લડ ગ્લુકોઝ લેવલને પણ મેઈન્ટેઈન રાખે છે. 

બ્લડ પ્રેશરને કરો કંટ્રોલ 
કેળુ પોટેશિયમનો ખૂબ સારો સોર્સ હોય છે. એક કેળામાં 422 મિલિગ્રામ પોટેશિયમ હોય છે અને આ સોડિયમ ફ્રી પણ હોય છે. અમેરિકન હાર્ટ એસોશિએશન અુસાર જો તમે પોટેશિયમ રિચ ફૂડ ખાઓ છો તો તેનાથી બ્લડ પ્રેશરને મેનેજ કરવામાં મદદ મળે છે. તેનાથી સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે અને આ પોટેશિયના તમારા ડેલી રિક્વાાયરમેન્ટને 10 ટકા સુધી પુરૂ કરે છે.

એન્ટી વાયરલ અને એન્ટી માઈક્રોબિયલ પ્રોપર્ટીઝ 
કેળામાં મળી આવતા ખાસ પ્રોટીનમાં એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટી વાયરલ પ્રોપર્ટીઝ હોય છે. કેળામાં હાજર હાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ જેવા કે  ferulic acid, lupeol અને leptinમાં એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટીઝ હોય છે. 

ઘણા પ્રકારના ઈન્ફેક્શનને દૂર કરવા માટે કેળાનું સેવન ફાયદાકાર માનવામાં આવે છે. ડાયેરિયા અને ચિકનપોક્સમાં પણ તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. 

ડિપ્રેશનથી પણ બચાવે છે કેળા 
કેળુ ખાવાથી તમારો મૂડ પણ સારો રહે છે. કેળામાં રહેલા વિટામિન B6 તમને સારૂ ફિલ કરાવનાર  Neurotransmitters Serotonin અને Dopamineને વધારવામાં મદદ કરે છે. એક સ્ટડી અનુસાર જો તમારા શરીરમાં વિટામિન B6ની કમી છે તો તેનાથી ડિપ્રેશનનો ખતરો વધી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ