બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / health news 5 easy yoga poses for shoulder pain

તમારા કામનું / કલાકો સુધી કામ કરતા ખભામાં થાય છે દુખાવો? તો ગભરાશો નહીં, રોજ કરો આ 5 યોગાસન, મળશે ઘણી રાહત

Arohi

Last Updated: 09:00 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yoga Poses For Shoulder Pain: ઘર હોય તે ઓફિસ કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આવી સ્થિતિમાં ખભામાં દુખાવો થવો સામાન્ય છે.

  • કલાકો સુધી બેસીને કરો છો કામ? 
  • રોજ કરો આ 5 યોગાસન
  • ખભામાં થતા દુખાવામાં મળશે રાહત 

ડેસ્ક જોબ કરતા લોકોને સૌથી વધારે સોલ્ડર પેઈનની ફરીયાદ રહે છે. આ એક એવી સમસ્યા છે જેને લોકો ગંભીરતાથી નથી લેતા. આજ કારણ છે કે દુખાવો ધીરે ધીરે વધતો રહે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પ્રકારના પ્રયત્નો કરે છે. પરંતુ શું તમે જાણો છે કે યોગાસન પણ તમને આ મુશ્કેલીઓથી છુટકારો અપાવી શકે છે. 

ધનુરાસન 
આ આસન માટે તમે ખભાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. તેના માટે તમે સૌથી પહેલા જમીન પર ઉંધા સુઈ જાઓ. હાથને સીધા રાખો અને ઘૂંટણને વાળતા શ્વાસ છોડો. 

પછી પોતાની એડીને પોતાને વાળો. આ આસન ધનુષ આકાર જેવું લાગે છે. પછી ઉંડા શ્વાસ લો પોતાની છાતીને જમીનથી ઉપર ઉઠાવો. આ આસનને 3થી 5 વખત કરો. 

વીરભદ્રાસન 
ખભાના દુખાવાથી રાહત મેળવવા માટે વીરભદ્રાસનની પણ મદદ લઈ શકાય છે. તેના માટે સૌથી પહેલા યોગા મેટ પર સીધા ઉભા રહો. હવે પોતાના બન્ને પગને ફેલાઓ પરંતુ બન્ને હાથોને ખભાના સમાંતર રાખો. પછી પોતાના બન્ને પગને ઘૂટણથી વાળો અને જમીન પર મુકો. 

પોતાના માથાને ડાબા પગ અને હાથની તરફ વાળો. પછી સામેની તરફ જુઓ. આ સ્થિતિમાં 50-60 સેકેન્ડ સુધી રોકાઓ. આ આસનને ઓછામાં ઓછુ 3-5 વખત કરી શકાય છે. 

ભુજંગાસન 
જો તમે ખભાના દુખાવાથી પરેશાન છો તો ભુજંગાસન કરવું ફાયદાકારક છે. આ આસનને કરવા માટે સૌથી પહેલા તમે જમીન પર ઉંધા સુઈ જાઓ. તમારી હથેળીઓને કમરથી નજીક રાખો અને હથેળીઓ ઉપરની તરફ રાખો. 

હવે ધીરે ધીરે શ્વાસ ભરો અને છાતીને ઉપરની તરફ રાખો. તેના બાદ પેટને ઉપર ઉઢાવો. આ સ્થિતિમાં 30 સેકેન્ડ સુધી રહવાનું છે. ત્યાર બાદ પ્રારંભિક સ્થિતિમાં આવી શકો છો. તમે આ પ્રક્રિયાને ઓછામાં ઓછુ 3-5 વખત કરી શકો છો. 

બાલાસન 
કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવાથી થતા દુખમાં રાહત મેળવવા માટે તમે બાલાસન કરી શકો છો. તેને કરવા માટે સૌથી પહેલા મેટ પર ઘૂટણીએ બેસી જાઓ. પછી પોતાના શરીરનો બધો જ ભાર એડિઓ પર નાખી દો. તેના બાદ ઉંડા શ્વાસ લો અને આગળની તરફ ઝુકો. 

જોકે ધ્યાન રાખો કે તમારી છાતી જાંધને અડવી જોઈએ. હવે માથાથી જમીનને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. 30-60 સેકેન્ડ સુધી આ સ્થિતિમાં રહ્યા બાદ ફરી આ અવસ્થામાં આવી જાઓ. આ પ્રક્રિયાને 3-5 વખત કરવી. 

માર્જરી આસન 
ખભાનો દુખાવો દૂર કરવા માટે તમે માર્જરી આસનની પણ મદદ લઈ શકો છો. તેના માટે તમે સૌથી પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. પછી બન્ને હાથને જમીન પર આગળની તરફ રાખો. હવે પોતાના બન્ને હાથ પર થોડો ભાર મુકો. પોતાના હિપ્સને ઉપર ઉઠાવ્યા બાદ પોતાની જાંધને ઉપરની તરફ સીધી કરી પગના ઘૂંટણ પર 90 ડિગ્રીનું કોણ બનાવો. 

હવે શ્વાસ લો, પોતાના માથાને પાછળની તરફ ઝુકાવો. પોતાની ડૂંટીને નીચેથી ઉપરની તરફ ધકેલો અને ટેલબોનની ઉપર ઉઠાવો. પોતાના માથાને નીચેની તરફ ઝુકાવી અને દાઢીને પોતાની છાતીમાં લગાવવાનો પ્રયત્ન કરો. હવે ફરી પોતાના માથાને પાછળની તરફ કરો અને આ પ્રક્રિયાને ફરી કરો. તેને તમે 10-20 વખત રીપિટ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ