બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / health mobile phone use by men impact sperm count and quality

સાવધાન! / પુરુષોમાં સ્પર્મ ક્વૉલિટી ખરાબ કરી રહ્યો છે મોબાઈલ ફોન: 18થી 22 વર્ષના યુવાનો પર સ્ટડીમાં આવ્યા શૉકિંગ પરિણામ

Arohi

Last Updated: 10:49 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Male Sperm Impacts By Mobile: મોબાઈલ ફોનના ઉપયોગથી પુરૂષોના વીર્યની ગુણવત્તા અને સંખ્યા એટલે કે સ્પર્મ ક્વોલિટી અને ક્વોન્ટીટી બન્ને ઓછી થઈ શકે છે.

  • મોબાઈલ ફોનનો સંભાળીને કરો ઉપયોગ 
  • પુરૂષોના વીર્યની ક્વોલિટી થાય છે ખરાબ
  • 18થી 22 વર્ષના યુવાનો પર થઈ સ્ટડી

મોબાઈલ ફોન અને તેના ઉપયોગથી લોકો પર પડતી અસર પર એક સ્ટડી કરવામાં આવી છે જેમાં અમુક ચોંકાવનારી વાતો સામે આવી છે. જોકે આ પ્રકારની  સ્ડી પહેલા પણ થતી રહી છે પરંતુ આ વખતે આ સ્ટડી પુરૂષોને કેન્દ્ર સ્થાન પર રાખીને કરવામાં આવી જેમાં ચિંતાજનક વાત સામે આવી. 

મોબાઈલ ફોનના ઉપયોગથી પુરૂષોના વીર્યની ગુણવત્તા અને સંખ્યામાં ઘટાડો આવી શકે છે. પરંતુ ડેટા વિશ્લેષણ જણાવે છે કે એ પણ જોવું જોઈએ કે ફોન તમે ક્યાં રાખો છો. ઉદાહરણ તરીકે પેન્ટના ખીસ્સામાં કે ક્યાંક બીજે તેનું વીર્ય સંબંધી પેરામીટર સાથે કોઈ લેવા દેવા નથી. 

ફોનના વારંવાર ઉપયોગથી શુક્રાણુઓ પર પડે છે અસર 
એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન પેદા કરતા મોબાઈલ ફોનનો વારંવાર ઉપયોગ કરવાથી શુક્રાણુઓ પર અસર પડે છે અને કુલ શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ શકે છે. 

એક સ્ટડી અનુસાર મોબાઈલ ફોનનો ઉપયોગ અને શુક્રાણુઓની ઓછી ગતિશીલતા અને તેના સ્ટ્રક્ચર ફીચરની વચ્ચે કોઈ સંબંધ નથી. છેલ્લા પચાસ વર્ષોમાં વીર્યની ગુણવત્તામાં દેખાતા ઘટાડાને સમજવા માટે ઘણા પ્રકારના ફેક્ટર પર નજર કરવામાં આવી. 

સ્ટડીના પરીણામનું કેલક્યુલેશન આ રીતે થયુ 
2005થી 2018ની વચ્ચે 18થી 22 વર્ષની ઉંમરના 2,886 સ્વિસ પુરૂષોના ડેટાના આધાર પર એક ક્રોસ-સેક્શનલ અભ્યાસ કરવામાં આવ્યો. ડેટાથી મોબાઈલ ફોનના વારંવાર ઉપયોગ અને લો સ્પર્મ કન્સટ્રેશનની જાણકારી મળી. 

તે પુરૂષોના ગ્રુપમાં સરેરાશ શુક્રાણુ કોન્સન્ટ્રેશન ખૂબ જ વધારે હતું જે અઠવાડિયામાં એક વખતથી વધારે પોતાના ફોનનો ઉપયોગ નથી કરતા અને તે પુરૂષોની તુલનામાં જે દિવસમાં 20 વખતથી વધારે પોતાના ફોનનો ઉપયોગ કરતા હતા. એટલે કે તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કેટલો કરો છો તે મહત્વનું છે. 

અનેક કારણો પર નિર્ભર કરે છે સ્પર્મ ક્વોલિટી 
વીર્યની ગુણવત્ત ઘણા કારણો પર નિર્ભર કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પેરામીટર અનુસાર જો કોઈ પુરૂષના શુક્રાણુઓનું કોન્સન્ટ્રેશન 15 મિલિયન પ્રતિ મિલીલીટરથી ઓછી છે તો તેને ગર્ભધારણ કરવામાં સંભવતઃ એક વર્ષથી વધારેનો સમય લાગશે. તેના ઉપરાંત જો શુક્રાણુઓનું કોન્સન્ટ્રેશન 40 મિલિયન પ્રતિ મિલીલીટરથી ઓછુ છે તો ગર્ભાવસ્થાની સંભાવના ઓછી થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ