બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health men be alert your 5 bad habits increase risk of infertility decrease sperm count

સ્વાસ્થ્ય / પુરુષો સાચવજો! મર્દાનગીની દુશ્મન છે આ 5 આદતો, શૂન્ય થઈ જશે સ્પર્મ કાઉન્ટ, આજે જ સુધારો ટેવ

Arohi

Last Updated: 05:36 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bad Habits Increase Risk Of Male Infertility: મોર્ડન લાઈફમાં પુરૂષોની ઘણી આદતો ખરાબ થવા લાગી છે. આ કારણે ક્રોનિક બીમારીઓના મામલા તો વધી રહ્યા છે હવે પુરૂષોની ફર્ટિલિટી પર પણ અસર પડવા લાગ્યો છે.

  • મર્દાનગીની દુશ્મન છે આ 5 આદતો
  • શૂન્ય થઈ જશે સ્પર્મ કાઉન્ટ
  • આજે જ સુધારો ટેવ 

લોકો હાલ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પબ, ડિસ્કો વગેરેને પોતાના જીવનનો ભાગ સમજે છે. જે હેલ્થ માટે ખૂબ જ હાનિકારક છે અને તેનાથી ઘણી બીમારીઓ થાય છે. આ પબ, ડિસ્કોમાં સિગરેટ, દારૂ અને ડ્રગ્સનું સેવન થાય છે. બીજી બાજુ શહેરી જીવન અને કામકાજમાં મોટાભાગના લોકો ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા. આ બન્ને કારણે શરીરને ઘણી બીમારીઓ થાય છે સાથે જ પુરૂષોમાં ઈન્ફર્ટિલિટીને પણ પ્રોત્સાહન મળે છે. 

પુરૂષોની ઈન્ફર્ટિલિટી માટે સૌથી વધારે ભોજનમાં હાનિકારક વસ્તુઓનો પ્રભાવ અને ગંદી આદતો જવાબદાર હોય છે. એક રિપોર્ટ અનુસાર કંસીવ કરતી વખતે મહિલાઓને જેટલી સમસ્યા થાય છે તેમાંથી અડધી મુશ્કેલીઓનું કારણ પુરૂષોની ખરાબ સ્પર્મ ક્વોલિટિ જવાબદાર છે આ ખરાબ સ્પર્મ માટે ખરાબ આદતો જવાબદાર હોય છે. 

રિપોર્ટ અનુસાર એક વયસ્ક પુરૂષમાં જો પ્રતિ મિલીલીટર સીમનેમાં 1.5 કરોડથી ઓછા સ્પર્મની સંખ્યા છે તો તે સ્પર્મની કમી માનવામાં આવે છે. તેનાથી ઓછા સ્પર્મ પ્રેગ્નેન્સી માટે આદર્શ નથી. 

ખરાબ સ્પર્મ માટે જવાબદાર આદતો 


વધારે વજન 
જેટલું વધારે આપણે આધુનિક રીતે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ ફૂડ ખાઉશું તેટલી જ વધારે આપણા શરીરનું વજન વધશે. વધારે વજન સ્પર્મ માટે દુશ્મન સમાન છે. રિપોર્ટ અનુસાર સ્થૂળતાના કારણે સ્પર્મની ગુણવત્તા પ્રભાવિત થાય છે. 

પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ અને ડીપ ફ્રાય વાળી વસ્તુઓ સ્પર્મ પ્રોડક્શનને ઓછુ કરે છે અને પ્રજનન વાળા હોર્મોનને નુકસાન પહોંચાડે છે જેનાથી સ્પર્મની ક્વોલિટી અને સંખ્યા બન્ને કમજોર થાય છે. 

દારૂ 
આપણે બધા જાણીએ છીએ કે દારૂ આપણા માટે દુશ્મન સમાન છે. કોઈ પણ રીતે દારૂ આપણા સ્વાસ્થ્ય માટે ઠીક નથી. પરંતુ જો યુવા ઉંમરમાં દારૂની લત લાગે તો તેનાથી ઈન્ફર્ટિલિટીનું જોખમ વધી જાય છે. દારૂની આદતોના કારણે સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મની ક્વોલિટી બન્ને ખરાબ થઈ જાય છે. તેનાથી પિતા બનવામાં મુશ્કેલી આવે છે. માટે આ ગંદી આદતોને છોડી દો. 

ડ્રગ્સ 
આજના આધુનિક સમાજમાં સ્કૂલની ઉંમરથી જ અમુક લોકોમાં ડ્રગ્સની આદત લાગી જાય છે. ડ્રગ્સ પણ સ્પર્મ માટે ખૂબ જ મોટુ વિલન છે. ડ્રગ્સનું સેવન સ્પર્મની સંખ્યા અને ગુણવત્તા બન્ને પર અસર કરે છે. મસલ્સ બનાવવા માટે જે એનાબોલિક સ્ટેરોયડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ ડ્રગ્સનું પ્રમાણ હોય છે. માટે આ પણ સ્પર્મની ગુણવત્તાને ખરાબ કરે છે. કોકીન, હીરોઈન, ગાંજો વગેરે સ્પર્મની ક્વોલિટી અને પ્રોડક્શન બન્નેને બર્બાદ કરે છે. 

તમાકુ 
તમાકુનું કોઈ પણ રૂપમાં સેવન ખતરનાક છે. તમાકુ કેન્સરનું કારણ બનવાની સાથે જ શરીરમાં હજારો પ્રકારની નકારાત્મક હરકતો માટે જવાબદાર છે. તે સ્પર્મની સંખ્યા અને ક્વોલિટીને ખરાબ કરવા માટે પણ જવાબદાર હોય છે. તેના માટે તમાકુ કે સિગરેટનું સેવન ન કરો. 

સ્ટ્રેસ 
સ્ટ્રેસ કે ડિપ્રેશન શરીરમાં 1300 કેમિકલ રિએક્શનને જન્મ આપે છે. સ્ટ્રેસના કારણે શરીરમાં કેમિકલ ઈમ્બેલેન્સ થાય છે. સ્ટ્રેસના કારણે સ્પર્મની ગુણવત્તા ખરાબ થાય છે. જો કોઈ પુરૂષ ખૂબ વધારે ભાવનાત્મક સ્ટ્રેસમાં રહે છે તો તેના સ્પર્મની સંખ્યા અને ગુણવત્તા પ્રભાવિત થાય છે. સ્ટ્રેસના કારણે રેસ્ટોસ્ટેરોન હોર્મોનનું ઉત્પાદન ઓછુ થઈ જાય છે જેના કારણે સ્પર્મનું પ્રોડક્શન પણ ઓછુ થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ