બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health kadha recipe for monsoon to fight infections

હેલ્થ ટિપ્સ / ચોમાસામાં શરીરને રાખવું છે ફીટ અને હેલ્ધી? તો તુરંત ડાયટમાં સામેલ કરો આ 3 પ્રકારના ઉકાળા

Manisha Jogi

Last Updated: 02:37 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં થોડા પણ પલળી જઈએ તો પેટની સમસ્યા, શર્દી-ખાંસી અને ઋતુગત બિમારીઓ થાય છે. અહીંયા અમે એવા કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવી રહ્યા છીએ, જેની મદદથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે.

  • ચોમાસુ આવતા સંક્રમણનું જોખમ પણ વધી જાય છે
  • જેની સીધી અસર ઈમ્યૂન સિસ્ટમ પર થાય છે
  • આ આયુર્વેદિક ઉપાયથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે

ચોમાસુ આવતા સંક્રમણનું જોખમ પણ વધી જાય છે, જેના કારણે તમને આરોગ્યની સમસ્યા થઈ શકે છે. ચોમાસામાં આરોગ્યનું ધ્યાન રાખવામાં ના આવે તો તેની સીધી અસર ઈમ્યૂન સિસ્ટમ પર પડે છે. ચોમાસામાં થોડા પણ પલળી જઈએ તો પેટની સમસ્યા, શર્દી-ખાંસી અને ઋતુગત બિમારીઓ થાય છે. અહીંયા અમે એવા કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવી રહ્યા છીએ, જેની મદદથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે. 

ઘરે ઉકાળી બનાવવાની રીત
રેસિપી- 1
આવશ્યક સામગ્રી

  • પાણી: 2 કપ
  • આદુનો એક ટુકડો
  • લવિંગ: 4
  • કાળા મરી: 5-6
  • તુલસી: 5-6 પાંદડા
  • મધ: 1 ચમચી
  • તજ

બનાવવાની રીત

  • ઘરે ઉકાળો બનાવવા માટે એક પૈનમાં ગરમ પાણી લો. 
  • તેમાં આદુ, લવિંગ, મરી અને તજ પીસીને નાખો. હવે તેમાં તુલસીના પાન પણ નાખી દો. 
  • 20 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો. 
  • હવે ગેસ બંધ કરી દો. 
  • હવે ગ્લાસમાં ગાળી લો અને તેમાં મધ નાખો, તમે તમારા સ્વાદ અનુસાર એક ચપટી મીઠુ પણ નાખી શકો છો.
  • ઉકાળો ઠંડો થવા દો અને નવશેકો થાય ત્યારે તેનું સેવન કરવું, જેથી તે લાભકારક સાબિત થાય છે. 

રેસિપી- 2
આવશ્યક સામગ્રી

  • 2 કપ પાણી
  • 1 ચમચી મધ
  • 1 ચમચી કાળા મરી 
  • 1 ટીસ્પૂન ઝીણુ સમારેલુ આદુ
  • 1 ટીસ્પૂન દેશી ઘી
  • એકથી બે લવિંગ
  • તુલસીના પાન

બનાવવાની રીત

  • કળાઈમાં ઘી ગરમ કરો અને તેમાં લવિંગ, કાળા મરી, આદુ અને તુલસી નાખો. 
  • મસાલા કકડવાના બંધ થાય પછી તેમાં પાણી નાખો. 
  • ધીમા તાપે 15-20 મિનિટ સુધી પાણી પકવવા દો અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો. 
  • તુલસીના પાન નાખીને બે મિનિટ સુધી પકવવા દો. 
  • સ્વાદ અનુસાર મધ નાખો. દિવસમાં એકતી બે વાર આ ઉકાળાનું સેવન કરી શકો છો. 

રેસિપી- 3
આવશ્યક સામગ્રી

  • 2 કપ પાણી
  • 1 ચમચી ધાણાના બીજ
  • 1 ટીસ્પૂન જીરૂ
  • 1 ચમચી વરિયાળી
  • 4 થી 5 કાળા મરી

બનાવવાની રીત

  • સેકેલા ધાણા, જીરૂ અને વરિયાળી એકદમ ઝીણા પીસી લો અને એરટાઈટ ડબ્બામાં ભરીને મુકી દો. 
  • ઉકાળો બનાવવા માટે એક ગ્લાસ પાણી અને તેમાં એક ચમચી આ પાઉડર નાખો અને તેમાં થોડો ગોળ પણ નાખો.
  • હવે ગાળીને તમે આ ઉકાળાનું સેવન કરી શકો છો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ