બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Health Insurance Policy do not make these mistakes

કામની વાત / હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખજો આ 5 બાબતો, નહીં તો પાછળથી મુકાશો મુશ્કેલીમાં

Arohi

Last Updated: 11:15 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Insurance Policy: સારવાર પર થતા ખર્ચ સતત વધી રહ્યા છે. તે ખર્ચાને મેનેજ કરવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ એક સારો ઓપ્શન છે. હેલ્થ ઈન્શ્યોરન્સ મેડિકલ ઈમર્જન્સીમાં તમારા પર પડતા આર્થિક દબાણને ઓછુ કરે છે.

  • આજકાલ સારવાર પર વધી રહ્યા છે ખર્ચ 
  • સારવારના ખર્ચને હેલ્થ ઈન્શ્યોરન્સથી કરી શકાય છે મેનેજ 
  • મેડિકલ ઈમર્જન્સી પર આર્થિક દબાણ કરશે ઓછુ 

એક તરફ હેલ્થ ઈન્શ્યોરન્સ લોકોને ભારે ખર્ચથી બચવવાની સુવિધા આપે છે. ત્યાં જ બીજી તરફ ઘણા લોકોને તેની પોલિસી સમજવામાં થોડી મુશ્કેલી થાય છે. આજ કારણે તે હેલ્થ ઈન્શ્યોરન્સ લેતી વખતે અમુક ભુલો કરી બેસે છે જેના કારણે હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાનો હેતુ બરાબર પુરો નથી થતો. હેલ્થ ઈન્શ્યોરન્સ સાથે રિસ્ક ન લઈ શકાય. એવી ઘણી ભુલો છે જેનાથી હેલ્થ ઈન્શ્યોરન્સ લેતી વખતે બચવું જરૂરી છે. 

સારા કવરેજ વાળો પ્લાન ખરીદો 
મેડિકલ ઈન્શ્યોરન્સ લેતી વખતે એ જોવું જરૂરી છે કે તેમાં કવરેજ કેટલું મળે છે. ઓછા કવરેજ વાળા પ્લાન્સના પ્રિમિયમ સસ્તા હોય છે. જોકે ઘણી વખત થોડા રૂપિયા સેવ કરવાના ચક્કરમાં આપણને વધારે કવરેજ નથી મળી શકતું અને જરૂરના સમયે સસ્તું હેલ્થ ઈન્શયોરન્સ સંપૂર્ણ કવરેજ નથી આપી શકતું. 

માટે હંમેશા એક સારૂ કવરેજ વાળુ મેડિકલ ઈન્શ્યોરન્સ લો. તેના માટે સારા કવરેજ વાળુ મેડિકલ ઈન્શ્યોરન્સ લો. તેના માટે પોતાના અને પોતાના પરિવારની મેડિકલ હિસ્ટ્રીને પણ કંસીડર કરો. જેથી કવરેજને લઈને તમે યોગ્ય નિર્ણય કરી શકો છો. 

ટર્મ્સ એન્ડ કંડીશન્સને ધ્યાનથી વાંચો 
ટર્મ્સ એન્ડ કંડીશન્સને વાંચ્યા વગર સાઈન કરવાની આદત હેલ્થ ઈન્શ્યોરન્સના કેસમાં ભારે પડી શકે છે. હેલ્થ ઈન્શ્યોરન્સની શરતો શું છે, શું સુવિધાઓ મળશે, જો કવરેજથી વધારે ખર્ચ થાય તો આવા કેસમાં હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની કેવી રીતે મદદ કરશે આ બધાને ધ્યાનથી વાંચવું જરૂરી છે. 

પોતાના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનને રિવ્યૂ કરતા રહો 
ઘણા લોકો એક વખત હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ લે છે અને પછી પ્રિમિયમ પકાવતા રહે છે. પરંતુ ઘણા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન વર્ષ વર્ષમાં બદલી શકે છે. 

તેની અસર આ પ્લાનના કવરેજ અને સુવિધાઓ પર પડી શકે છે. પ્લાન બદલવા પર કંપનીઓ નોટિસ જાહેર કરી શકે છે. આ ખૂબ જ જરૂરી છે કે તમે તે નોટિસને ઈગ્નોર ન કરો અને પોતાના પ્લાનને રિવ્યૂ કરો. 

પ્લાનનું નેટવર્ક કવરેજ પણ ચેક કરો 
હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ હોસ્પિટલો અને હેલ્થકેર ફેસિલિટીઝની સાથે ટાઈ અપ કરે છે. તમારા માટે એ જાણવું જરૂરી છે કે હોસ્પિટલોમાં તમારી કંપની કવરેજ આપે છે કે જે વિસ્તારમાં તમે વધારે ટ્રાવેલ કરો છો ત્યાં તે હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીનું નેટવર્ક છે કે નહીં. નેટવર્ક કવરેજ ન હોવા પર તમને કેશલેસ સુવિધાઓનો ફાયદો નહીં મળી શકે અને ક્લેમ રિજેક્ટ થવાનો ખતરો પણ બની શકે છે. 

સંકોચ ન કરો 
સૌથી જરૂરી વાત એ છે કે હેલ્થ ઈન્શ્યોરન્સ એક કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. માટે તેને સમજવામાં કોઈ એક્સપર્ટ કે પોતાના કોઈ મિત્રની મદદ લેવાથી સંકોચ ન કરો. તેની સાથે જોડાયેલા પ્રશ્નો પુછવામાં સંકોચ ન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ