બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / health foods to avoid putting in the lunch box of children

Lunch Box Tips / ભૂલથી પણ બાળકોને ટિફિનમાં ન આપો આ 4 ચીજ, નહીં તો ચોતરફથી બીમારીઓ ઘેરી વળશે

Bijal Vyas

Last Updated: 11:47 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઈચ્છો છો કે તમારું બાળક સ્વસ્થ રહે તો તેને આ બધી વસ્તુઓ લંચ બોક્સમાં ન આપો.

  • બાળકને વાસી ખોરાક લંચમાં આપવાનું ટાળો
  • આ ખોરાક આપવાથી બાળક બની શકે છે મેદસ્વીતાનો શિકાર
  • બાળકોને બહારના ફૂડ પેકેટ ના આપો લંચબોક્સમાં 

Foods to Avoid in Kids Lunchbox:શાળાઓ ખુલી ગઈ છે અને વર્કિંગ પેરેન્ટ્સ માતા-પિતા માટે સવારે પોતાને તૈયાર કરવા તેમજ બાળકને તૈયાર કરવા માટે, તેમના લંચ બોક્સને પેક કરવું તે એક મુશ્કેલ કામ છે. ઘણી વખત મોડુ થવાના કારણે અથવા કોઇ ઓપ્શનના હોવાને કારણે માતા-પિતા બાળકોના ટિફિનમાં એવી વસ્તુઓ પેક કરી દે છે જે બાળકને ગમતી હોય અને તે જ લંચ બોક્સ પાછું લાવતા નથી, પરંતુ જરા વિચારો અને જુઓ કે તમે જે કરો છો તે બરાબર છે કે નહીં. આપણે બધા જાણીએ છીએ કે સ્થૂળતા, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ જેવી અનેક બીમારીઓનું મૂળ અનહેલ્દી ડાયટની આદતો છે અને આવી સ્થિતિમાં આપણે બાળપણથી જ જાણતા-અજાણતા બાળકને આ રોગો થઇ શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક સ્વસ્થ રહે તો તેને આ બધી વસ્તુઓ લંચ બોક્સમાં ન આપો.


1. મેગી કે નૂડલ્સ 
લગભગ દરેક બાળકને મેગી પસંદ હોય છે, જે બે મિનિટમાં તૈયાર થઈ જાય છે, પરંતુ મેગી કે નૂડલ્સ મેંદામાંથી બને છે. મેંદામાં પોષણ નથી હોતું તેથી તેને ખાવાથી પેટ અને મન તો ભરાઈ જાય છે, પરંતુ શરીરને કોઈ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં લંચ બોક્સ માટે તે બિલકુલ યોગ્ય વિકલ્પ નથી.

Disadvantages of Eating Instant Noodles Too Often

2. વાસી ખોરાક 
મોડું થવાને કારણે ઘણી વખત માતાઓ બાળકોના લંચ બોક્સમાં આગલા દિવસે વધેલુ શાક કે રોટલી પેક કરે છે, શું તમે પણ તેમાં સામેલ છો? જો હા, તો તમારે જાણવું જ જોઈએ કે ઉનાળામાં વાસી ખોરાક કેટલી ઝડપથી બગડે છે, તો આવી સ્થિતિમાં બાળકને ફૂડ પોઈઝનિંગની સમસ્યા થઈ શકે છે. જેના કારણે તેઓ લાંબા સમય સુધી બીમાર પડી શકે છે, તેથી વાસી ખોરાક આપવાની ભૂલ ન કરો.

3. તળેલો ખોરાક
પુરી, કચોરી ખાવામાં સારી હોય છે અને તે ઝડપથી બની પણ જાય છે, પરંતુ વધુ પડતું તળેલું ખાવાથી બાળકો બાળપણમાં જ મેદસ્વી બની શકે છે. માત્ર સ્થૂળતા જ નહીં પરંતુ તળેલી વસ્તુઓ પણ કોલેસ્ટ્રોલનું સ્તર વધારવાનું કામ કરે છે.

Topic | VTV Gujarati

4. અનહેલ્દી સ્નેક્સ 
ચિપ્સ, કુકીઝ, પેક્ડ ફૂડ આઈટમ બાળકોને ખૂબ જ પસંદ આવે છે. જ્યારે ભૂખ લાગે છે, ત્યારે તેઓ આવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે, પરંતુ આ ખૂબ જ અનહેલ્દી ઓપ્શન્સ છે કારણ કે તેમાં મીઠું અને ખાંડ બંનેનું પ્રમાણ વધુ હોય છે, જે બાળકોને ઘણી હેલ્થને પ્રોબ્લમનો શિકાર બનાવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ