બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Health Care Tips know side effects of mushrooms

આરોગ્ય કેર / મશરૂમ ખાવાના માત્ર ફાયદા જ નહીં, નુકસાન પણ છે, જાણો શું છે તેની સાઇડ ઇફેક્ટ્સ

Arohi

Last Updated: 02:47 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effects Of Mushrooms: મશરૂમ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં તેને ખાવાથી ઘણા પ્રકારના ફાયદા મળે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.

  • ઘણા લોકોનું ફેવરેટ હોય છે મશરૂમનું શાક
  • શિયાળામાં ખાવાના છે ઘણા ફાયદા
  • સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે મશરૂમ 

ઘણા લોકોને મશરૂમ ખૂબ જ પસંદ હોય છે. આ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલા જ તેના ફાયદા પણ છે. આ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે વજન ઘટાડવાની સાથે મેટાબોલિઝ્મ સંબંધી બીમારીઓને પમ રોકે છે. 

જોકે દરેક વસ્તુને એક મર્યાદિત પ્રમાણમાં ખાવી જોઈએ. જો તમે તેને જરૂર કરતા વધારે ખાશો તો તેનાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન પણ થઈ શકે છે. મશરૂમમાં પણ એવું જ છે. જરૂરથી વધારે ખાવાથી અમુક લોકોને શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. 

મશરૂમના સાઈડ ઈફેક્ટ્સ 
મશરૂમ એક ઓછી કેલેરી વાળુ ભોજન છે જેમાં પર્યાપ્ત પ્રમાણમાં ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જોકે મર્યાદિત પ્રમાણમાં તેને ખાવાથી કોઈ નુકસાન નીથ થતું. પરંતુ જો તમે જરૂર કરતા વધારે તેનું સેવન કરો છો તો તેનાથી ઘણા પ્રકરાના નુકસાન થઈ શકે છે. 

સ્કિન એલર્જી 
મશરૂમ ખાવાથી અમુક લોકોને સ્કીન એલર્જીની સમસ્યા થઈ શકે છે. તેને ખાવાથી આપણી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે પરંતુ અમુક લોકોને તેનું શાક ખાવાથી એલર્જી થઈ શકે છે. 

જેના કારણે ત્વચા પર ચકત્તા અને બળતરા જેવા લક્ષણ દેખાઈ શકે છે. આટલું જ નહીં નાકમાંથી લોહી નિકળવું અને ગળામાં ખીચ ખીચ જેવી સમસ્યાઓ પણ મશરૂમના વધારે સેવનના કારણે થઈ શકે છે. 

ડ્રાઉઝિનેસ 
સ્વાદિષ્ટ મશરૂમ ઘણા લોકો માટે થાક અને ઉંઘનું કારણ બની શકે છે. તેને ખાધા બાદ ઘણી વખત લોકો અનઈઝી ફીલ કરે છે. સાથે જ તેમની એનર્જીનું લેવલ ખૂબ જ ઓછુ થઈ શકે છે. તેના ઉપરાંત તેને ખાવાથી તમને ડ્રાઉઝિનેસ પણ થઈ શકે છે. જોકે જો તમે નિયમિત રીતે તેનું સેવન કરશો તો તેના સાઈડ ઈફેક્ટ્સથી બચી શકો છો. 

મતિભ્રમ 
અમુક ખાસ પ્રકારના મશરૂમ ખાવાથી તમને હેલુસિનેશન એટલે કે મતિભ્રમની સમસ્યા પણ થઈ શકે છે. એવું એટલા માટે કારણ કે અમુક ખાસ પ્રકારના મશરૂમમાં સાઈલોસિન અને સાઈલોસાઈબિન કન્ટેન્ટ મળી આવે છે. જે મતિભ્રમનું કારણ બની શકે છે. 

આટલું જ નહીં અમુક ખાસ ગર્ભાવસ્થા વખતે પણ મશરૂમ ન ખાવું જોઈએ. પરંતુ તેનું કોઈ ખાસ પ્રમાણ કે અધ્યયન નથી. જેનાથી આ સાબિત થઈ શકે કે ગર્ભાવસ્થા વખતે મશરૂમ ખાવું હાનિકારક છે. 

પેટની સમસ્યા 
વધારે મશરૂમ ખાધા બાદ પેટની સમસ્યા જેવી કે ઝાડા, પેટમાં મરોડ, ઉલ્ટી વગેરેની સમસ્યા થઈ શકે છે. અમુક લોકોને તો મશરૂમ ખાવાના તરત બાદ જ ઝાડા શરૂ થઈ શકે છે. 

આ એક એવું શાક છે જે બધાના શરીરને સૂટ નથી કરતું. જો તેને ખાધા બાદ તમને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યાનો અનુભવ થાય છે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. સાથે જ જો તમને તેના કારણે ઝાડા, મરોડ અને ઉલ્ટી જેવી સમસ્યા થાય છે તો તેને ન ખાવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ