બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ફેશન અને સૌંદર્ય / health avoid these mistakes while taking bath

હેલ્થ ટિપ્સ / નહાતી વખતે સાવધાન! નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન, જો-જો તમે આવી ભૂલ કરતા

Bijal Vyas

Last Updated: 04:13 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસની શરૂઆત કરવા અને સ્વચ્છતા જાળવવા માટે નિયમિતપણે સ્નાન કરીએ છીએ, પરંતુ તે દરમિયાન અવગણવામાં આવતી નાની બાબતો આપણા માટે મોટી સમસ્યાઓ ઊભી કરે છે

  • શિયાળાની ઋતુ ન હોય તો ઠંડા પાણીનો જ ઉપયોગ કરો
  • કેમિકલ યુક્ત શેમ્પૂ અને સાબુનો ના કરો ઉપયોગ
  • લાંબા સમય સુધી નહાવાથી અથવા શરીર પર પાણી લગાવવાથી ત્વચા જ ખરાબ થાય છે

Bath Tips: આપણે બધા દિવસની શરૂઆત કરવા અને સ્વચ્છતા જાળવવા માટે નિયમિતપણે સ્નાન કરીએ છીએ, પરંતુ તે દરમિયાન અવગણવામાં આવતી નાની બાબતો આપણા માટે મોટી સમસ્યાઓ ઊભી કરે છે. પછી તે કેમિકલ સાબુ હોય કે શેમ્પૂ કે પછી લૂફા જેવા સ્ક્રબરનો ઉપયોગ. તે આપણી ત્વચાના ઉપરના ભાગને જ બગાડે છે, સાથે કેન્સર જેવી મોટી બીમારીઓનું કારણ પણ બને છે, તો આવો જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે જેને ધ્યાનમાં રાખીને તેનાથી બચી શકાય છે.

પાણીનું તાપમાન
ડોક્ટર મુજબ, હવામાન પ્રમાણે આપણે નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે તમારી ત્વચાને શુષ્ક બનાવે છે અને તેને બગાડે છે, તેથી ગરમ પાણીનો ઉપયોગ કરવાને બદલે, સ્નાન માટે માત્ર નવશેકું પાણીનો જ ઉપયોગ કરો. જો શિયાળાની ઋતુ ન હોય તો ઠંડા પાણીનો જ ઉપયોગ કરો.

વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ/ It  is very dangerous to tie a towel after washing your hair Do not make this

કેમિકલ યુક્ત શેમ્પૂ અને સાબુનો ના કરો ઉપયોગ
આજે બજારમાં સ્કિન કેર પ્રોડક્ટ્સની લાંબી યાદી છે, જેમાં દાવો કરવામાં આવે છે કે તે તમારી ત્વચાને કોમળ અને ચમકદાર બનાવશે, પરંતુ મોટી કંપનીઓ માત્ર અભિનેત્રીઓને જાહેરાતો માટે મેળવીને તમારી આંખોમાં ધૂળ નાખી રહી છે. આમાં પેરાબેન અને સલ્ફેટ જેવા કેમિકલ્સ મોટી માત્રામાં ઉમેરવામાં આવે છે જે ત્વચા માટે ખૂબ જ હાનિકારક છે.

નહાવામાં વધારે સમય ના લગાવો
આ સિવાય આપણા મનમાં એક ગેરસમજ છે કે આપણે જેટલો લાંબો સમય નહાવામાં સમય પસાર કરીએ છીએ તેટલું આપણું શરીર સ્વચ્છ રહેશે, પરંતુ એવું નથી. લાંબા સમય સુધી નહાવાથી અથવા શરીર પર પાણી લગાવવાથી ત્વચા જ ખરાબ થાય છે, કારણ કે આમ કરવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે અને ત્વચા સંબંધિત અનેક બીમારીઓ થઈ શકે છે.

Topic | VTV Gujarati

ટુવાલથી શરીરને ભાર દઇને ના લુછો
સ્નાન કર્યા પછી શરીરને ટુવાલ વડે જોરશોરથી ઘસવાથી પણ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે આ નાની ટીપ્સને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ