બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / HDFC Bank cuts MCLR by up to 85 bps on these tenures, EMIs to go down

નહીં નડે મોંઘવારી / ગ્રાહકોને રાહત ! જૂની પર્સનલ અને ઓટો લોનનો હપ્તો ઘટી જશે, આ બેન્કે MCLRમાં કર્યો 85 bpsનો ઘટાડો

Hiralal

Last Updated: 10:36 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાઈવેટ સેક્ટરની સારી સેવાઓ આપતી HDFC બેન્કે MCLRમાં 85 bpsનો ઘટાડો કરી દેતા લોન સસ્તી થઈ છે.

  • HDFC Bankની લોન થઈ સસ્તી
  • બેન્કે MCLRમાં 85 bpsનો ઘટાડો કર્યો
  • જૂની પર્સનલ અને ઓટો લોનનો હપ્તો ઘટી જશે 

પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્ક (HDFC Bank)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બેન્કે કેટલીક નિશ્ચિત અવધિ માટે માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 85 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. 10 એપ્રિલથી નવા રેટ લાગુ પડ્યાં છે અને તેને કારણે જૂની પર્સનલ અને ઓટો લોનનો હપ્તો ઘટી જશે. 

MCLR ઘટાડનાર દેશની પહેલી બેન્ક બની HDFC
તાજેતરમાં રિઝર્વ બેન્ક (Reserve Bank)એ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો તે પછી એમસીએલઆરમાં ઘટાડો કરનારી એચડીએફસી દેશની પહેલી બેન્ક છે.

હોમ લોન લેનારાને કોઈ ફાયદો નહીં
જોકે, એમસીએલઆરમાં ઘટાડાથી એચડીએફસીમાંથી હોમ લોન લેનારાને કોઈ ફાયદો નહીં થાય, કેમકે, મોટાભાગની હોમ લોન એચડીએફસી લિમિડેટ (HDFC Ltd)માંથી લેવાયેલી છે. માત્ર એ લોકોને જ ફાયદો થશે જેમની લોન એમસીએલઆર સાથે જોડાયેલી છે. તેમાં કેટલીક જૂની પર્સનલ અને ઓટો લોન (ફ્લોટિંગ રેટ) સામેલ છે.

ઘટીને કેટલો થયો MCLR 
85 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ ઓવરનાઈટ MCLR 7.80 ટકા રહી ગયો છે. પહેલા તે 8.65 ટકા હતો. એ જ રીતે એક મહિનાનો એમસીએલઆર પણ 8.65 ટકાથી 7.95 ટકા રહી ગયો છે. તેમાં 70 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરાયો છે. ત્રણ મહિનાના એમસીએલઆરમાં 40 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. તે હવે 8.7 ટકાથી ઘટીને 8.3 પર આવી ગયો છે. એચડીએફસી બેન્કએ છ મહિનાનો એમસીએલઆર 10 બેસિસ પોઈન્ટ્સ ઘટાડીને 8.7 ટકા કરી દીધો છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

MCLR શું હોય છે?
ભારતીય રિઝર્વ બેન્કે 2016માં MCLR સિસ્ટમ રજૂ કરી હતી. એ કોઈ નાણાકીય સંસ્થા એટલે કે, ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશન માટે એક ઈન્ટરનલ બેન્ચમાર્ક છે. MCLR પ્રોસેસમાં લોન માટે મિનિમમ વ્યાજ દર નક્કી કરાય છે. MCLR એક લઘુતમ વ્યાજ દર છે, જેના પર બેન્ક ઉધાર આપી શકે છે. સામાન્ય ભાષામાં કહીએ તો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR) ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નક્કી કરાયેલી એક પદ્ધતિ છે, જે કોમર્શિયલ બેન્ક્સ દ્વારા લોન પર વ્યાજ દર નક્કી કરવા માટે ઉપયોગ કરાય છે. રેપો રેટમાં ફેરફારથી એમસીએલઆરમાં પણ વધારા કે ઘટાડાની અસર પડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ