બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / HC begins hearing bail plea, Amit Desai for Arbaaz Merchant says arrest illegal

સુનાવણી / આર્યનને આજે પણ જામીન નહીં, કાલે થશે સુનાવણી, બચાવમાં વકીલોએ કહ્યું ધરપકડ એ ગુના માટે થઈ જે કર્યો જ નથી

Hiralal

Last Updated: 05:42 PM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે ડ્રગ્સ કેસના આરોપી આર્યનખાનની જામીન અરજી બીજી વાર મોકૂફ રાખી દીધી છે. બુધવારે આર્યનની જામીન અરજી પર સુનાવણી યોજાઈ હતી.

  • આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ
  • સતત બીજા દિવસે બોમ્બે હાઈકોર્ટમાં ચાલી દલીલો
  • બોમ્બે હાઈકોર્ટે બીજી વાર સુનાવણી રાખી મોકૂફ
  • આવતીકાલે 2.30 વાગ્યે ફરી સુનાવણી 
  • અરેસ્ટ મેમોમાં ફક્ત ડ્રગ્સના સેવનનો ઉલ્લેખ-આર્યનના વકીલ
  • ષડયંત્ર અને તસ્કરીની વાત ક્યાંથી આવી? આર્યનના વકીલનો સવાલ 

ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરુખ ખાનના પુત્ર આર્યનખાનના જામીનમાં ફરી એક વાર પેચ ફસાયો છે. આર્યનના જામીન પર બોમ્બે હાઈકોર્ટે આવતીકાલ 2.30 વાગ્યા સુધી સુનાવણી ટાળી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે જામીન અરજી પર સુનાવણી ટાળી હોવાથી આર્યનને હવે આર્થર રોડ જેલમાં જ રહેવું પડશે. આર્યનખાનની જામીન અરજી પર બુધવારે બીજી વાર સુનાવણી ચાલી રહી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટની ખંડપીઠે વધુ એક વાર સુનાવણી મોકૂફ રાખી દીધી છે. હાઈકોર્ટની ખંડપીઠ હવે આવતીકાલે 2.30 વાગ્યે ત્રીજી વાર જામીન અરજી પર સુનાવણી કરશે.

આર્યનખાનનો જેલવાસ લંબાયો

સેશન્સ કોર્ટમાંથી જામીન ન મળતા આર્યનખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પહેલા મંગળવારે બોમ્બે હાઈકોર્ટમં જામીન અરજી પર સુનાવણી યોજાઈ હતી પરંતુ બુધવાર પર સુનાવણી મોકૂફ રખાઈ, પરંતુ બુધવારે પણ ગુરુવાર સુધી સુનાવણી મોકૂફ રાખી દેવાતા આર્યનખાનનો જેલવાસ લંબાયો છે. 

બીજા દિવસની સુનાવણીમાં વકીલ અમિત દેસાઈએ આર્યનખાનની તરફેણમાં દલીલો કરી હતી. આર્યનના બીજા બે વકીલ મુકુલ રોહતગી અને સતીશ માનશિંદે પણ હાઈકોર્ટમાં હાજર રહ્યાં હતા. આર્યનના પિતા શાહરુખ ખાન પણ હાઈકોર્ટમાં હાજર રહેશે તેવું પણ મીડિયાના રિપોર્ટમાં જણાવાયું હતું.

NCB પાસે ધરપકડ માટે નક્કર પુરાવા નથી- વકીલ 

અમિત દેસાઈએ જજને કહ્યું કે આર્યન ખાનની ધરપકડનો મેમો જુઓ. એનસીબી પાસે ધરપકડ માટે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે છે જે બિલકુલ થઈ નથી. અરબાઝને માત્ર 6 ગ્રામ હશીશ મળી હતી. એનસીબી જે સ્ટાઇલની વાત કરી રહી છે તે સાબિત કરવા માટે એનસીબીએ વોટ્સએપ ચેટ કોર્ટ સમક્ષ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. બી 65 હેઠળ એનસીબીના આ પુરાવા કોર્ટમાં માન્ય નથી. ફોન તળાવ કબજે કર્યો ન હતો અને રિમાન્ડની નકલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આર્યનની ધરપકડ ગેરકાયદેસર-વકીલ અમિત દેસાઈ 

આર્યનના વકીલ અમિત દેસાઈએ જણાવ્યું કે અરેસ્ટ મેમોમાં ફક્ત ડ્રગ્સના સેવનનો ઉલ્લેખ છે તો પછી ષડયંત્ર અને તસ્કરીની વાત ક્યાંથી આવી. તેમણે આગળ દલીલ કરતા જણાવ્યું કે આર્યનની ધરપકડ ગેરકાયદેસર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ