બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / hast rekha shastra have mole in your palm whether it is auspicious or inauspicious for money

હસ્તરેખા શાસ્ત્ર / હથેળીમાં રેખાઓ સિવાય હોય બસ આ એક નિશાન તો સમજી જજો બેડો પાર! જીવનભર મળે છે આ ફાયદો

Manisha Jogi

Last Updated: 08:38 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હથેળીમાં અલગ અલગ જગ્યાએ રહેલ તલના અલગ અલગ પ્રભાવ હોય છે. કેટલાક તલ શુભ હોય છે, તો કેટલાક તલને અશુભ માનવામાં આવે છે.

  • હથેળીમાં રહેલ તલનું અલગ અલગ મહત્ત્વ
  • કેટલાક તલ હોય છે શુભ તો કેટલાક તલ હોય છે અશુભ
  • જાણો તમારી હથેળીમાં રહેલ તલ શું ભવિષ્યવાણી કરે છે

જ્યોતિષ શાસ્ત્રમાં હસ્તરેખાનું અલગ મહત્ત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હથેળીમાં અલગ અલગ જગ્યાએ રહેલ તલના અલગ અલગ પ્રભાવ હોય છે. કેટલાક તલ શુભ હોય છે, તો કેટલાક તલને અશુભ માનવામાં આવે છે. અહીંયા અમે તમને હથેળીમાં રહેલ તલ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેની મદદથી આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. 

શુક્ર પર્વત પર તલ-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર પર્વત પરના તલને અશુભ માનવામાં આવે છે. જે લોકોની હથેળીમાં શુક્ર પર્વત પર તલ હોય તે લોકોએ દાંપત્ય જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. પાર્ટનર સાથે નાની નાની બાબતોએ વિવાદ થઈ શકે છે. સરકારી મામલે તથા નોકરી બાબતે પણ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

મધ્ય આંગળી પર તલ-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મધ્ય આંગળી પરના તલને શુભ માનવામાં આવે છે. આ વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જે વ્યક્તિની મધ્ય આંગળી પર તલ હોય તે વ્યક્તિને જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થાય છે અને ધનની કમી થતી નથી.

ચંદ્ર પર્વત પર તલ-
જે વ્યક્તિની હથેળીમાં ચંદ્ર પર્વત પર તલ હોય તે વ્યક્તિનું મન અસ્થિર અને અશાંત રહે છે. આ વ્યક્તિઓએ જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે તથા પ્રેમ પણ પ્રાપ્ત થતો નથી. 

ગુરુ પર્વત પર તલ-
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળીમાં ગુરુ પર્વત પર તલ હોય તે વ્યક્તિઓને જીવનમાં અપાર ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વ્યક્તિઓના જીવનમાં ધન અને ઐશ્વર્યની ક્યારેય પણ કમી થતી નથી. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ