બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Hasmukh Patel's meticulous planning in Talati exam, system-society all worked together to do everything possible for the candidates.

મહામંથન / તલાટીની પરીક્ષામાં હસમુખ પટેલનું જડબેસલાક આયોજન, તંત્ર-સમાજ બધાએ ભેગા મળીને ઉમેદવારો માટે થાય તેટલું કર્યું

Vishal Khamar

Last Updated: 10:23 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં આવતીકાલે તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જનભાગીદારી ઉત્તમ ઉદાહરણ બની છે. જેમાં વહીવટી તંત્ર તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ પણ જોડાઈ છે.

જ્યારે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત આવે ત્યારે આપણે ડમીકાંડ,પેપલીકકાંડને યાદ કરીએ. પરંતુ હવે જે રીતે હસમુખ પટેલની આગેવાનીમાં સફળતાપૂર્વક જૂનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ તેને જોતા એવુ કહી શકાય કે કદાચ વિદ્યાર્થીઓ પણ જેટલી મહેનત નહી કરતા હોય તેટલી મહેનત હસમુખ પટેલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવા કરી રહ્યા છે..એવુ પહેલી વખત બન્યુ  કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા જનભાગીદારીનું ઉદાહરણ બની હોય. તલાટીની પરીક્ષામાં જ્યારે એક સાથે 8 લાખથી વધુ ઉમેદવારો બેસવાના હોય ત્યારે વ્યવસ્થા ગોઠવવી પણ સરળ ન જ હોય. ત્યારે આ જ બાબતને ધ્યાને રાખીને  હસમુખ પટેલે ઉમેદવારોની રહેવા અને જમવાની વ્યવસ્થા માટે સમાજને અપીલ કરી હતી. જેને સમાજોએ પણ ઉત્સાહપૂર્વક વધાવી લીધી. સમાજે કરેલી પહેલ અને જનભાગીદારીના કારણે આ કામ ઘણા અંશે સરળ અને સુઘમ બન્યું. ત્યારે જોવાનુંએ છે કે શું પરીક્ષામાં આવી ઉદાહરણરૂપ બનેલી જનભાગીદારી શું સરકારી નોકરીઓની પરીક્ષા માટે નવી રાહ ચીંધશે?

  • રવિવારે રાજ્યભરમાં યોજાશે તલાટીની પરીક્ષા
  • રાજ્યમાં પ્રથમવાર તલાટીની પરીક્ષા માટે 8.50 લાખ ફોર્મ ભરાયા
  • 11.55 વાગે પરીક્ષાર્થીઓએ કેન્દ્રમાં પ્રવેશવાનું રહેશે

રવિવારે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે રાજ્યમાં પ્રથમવાર તલાટીની પરીક્ષા માટે 8.50 લાખ ફોર્મ ભરાયા છે. પરીક્ષાર્થીએ 11.55 વાગે પરીક્ષાર્થીઓએ કેન્દ્રમાં પ્રવેશવાનું રહેશે. તલાટી પરીક્ષા માટે જિલ્લા,તાલુકા કક્ષાએ પણ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ. ઉમેદવારોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરાઇ. વાહનવ્યવહારથી લઈને કેન્દ્ર સુધી પહોંચવા માટેની વ્યવસ્થા છે. હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. દરેક ડિવિઝનના કંટ્રોલ રૂમ અને કમાન્ડ કંટ્રોલ રૂમ સેન્ટરના નંબર પણ મળી રહેશે. સ્કૂલ બસને પણ સ્ટેજ કેરેજ તરીકે ચલાવાશે.

  • તલાટી પરીક્ષામાં જનભાગીદારી  
  • તલાટીની પરીક્ષા માટે તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
  • અનેક સમાજ દ્વારા ઉમેદવારોને આપવામાં આવી સુવિધા

તલાટી પરીક્ષામાં જનભાગીદારી 
તલાટીની પરીક્ષા માટે તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.  અનેક સમાજ દ્વારા ઉમેદવારોને આપવામાં આવી સુવિધા આપવામાં આવી છે.  રહેવા-જમવા માટેની સમજા અને સંસ્થાઓ દ્વારા સુવિધા કરાઈ છે. તેમજ રેલવે પણ તલાટીના ઉમેદવારો માટે વધારાની 9 ટ્રેન દોડાવશે. જ્યારે ST નિગમ પણ ઉમેદવારો માટે વધારાની 4500 બસ દોડાવશે. તેમજ ખાનગી અને સ્કૂલ બસોને પણ ઓપરેટ કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ