બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Haryana's Gurugram, which is adjacent to Delhi. The young man met here after friendship through social media. During the meeting, the accused stole three lakh 60 thousand rupees

થોડું સાચવજો / છેતરપિંડીનો એક વિચિત્ર મામલો આવ્યો સામે, સોશિયલ મીડિયા પર થઈ મિત્રતા, મુલાકાત દરમિયાન યુવકના લાખો રૂપિયા ઉચાપત કરી આરોપી ફરાર

Pravin Joshi

Last Updated: 03:36 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુગ્રામમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં યુવકની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા બાદ થઈ હતી. મુલાકાત દરમિયાન આરોપી યુવકના ખાતામાંથી ત્રણ લાખ 60 હજાર રૂપિયાની ઉચાપત કરી ફરાર થઈ ગયો હતો.

  • યુવકને સોશિયલ મીડિયા એપ દ્વારા મિત્રતા થઈ
  • યુવકને મળવાના બહાને બોલાવીને છેતરપિંડી કરી
  • યુવકના રૂ.3 લાખ 60 હજાર ટ્રાન્સફર કરી લીધા

સોશિયલ મીડિયા એપ દ્વારા મિત્રતા કર્યા બાદ યુવકને મળવાના બહાને બોલાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. યુવકનો આરોપ છે કે ઓનલાઈન મિત્ર તેના એક સાથીને લઈને આવ્યો અને પછી કારમાં બેસીને તેઓ ખેરકી દૌલા વિસ્તારની એક સોસાયટી પાસે પહોંચ્યા. જ્યારે અન્ય બે યુવકો ત્યાં આવ્યા ત્યારે મિત્રએ કહ્યું કે તે મારો એકમાત્ર સાથી છે. ત્યારબાદ યુવકના મોબાઈલમાંથી 3 લાખ 60 હજાર રૂપિયા ઈ-વોલેટ એપમાં ટ્રાન્સફર કર્યા બાદ આ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

Tag | VTV Gujarati

યુવકે પોતાનું નામ સની જણાવ્યું

પોલીસને આ ફરિયાદ કરનાર યુવક સેક્ટર-81 વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહે છે. યુવકનું કહેવું છે કે તે સોશિયલ મીડિયા એપ દ્વારા યુવક સાથે વાત કરતો હતો. યુવકે પોતાનું નામ સની જણાવ્યું હતું. 3 મેના રોજ રાત્રે 9.30 વાગ્યાના સુમારે એપ દ્વારા જ વાતચીત અને વીડિયો કોલ થયો અને પછી વાટિકા ચોક પાસે મળવાનું નક્કી થયું. રાત્રે 10 વાગ્યાની આસપાસ યુવક પોતાની કાર લઈને ખેરકી દૌલા વિસ્તારમાં આવેલા વાટિકા ચોક ફ્લાયઓવર પાસે પહોંચ્યો હતો અને થોડીવાર પછી સની અન્ય એક સાથી સાથે ત્યાં પહોંચ્યો હતો.

Topic | VTV Gujarati

ઈ-વોલેટ એપમાંથી પૈસા ટ્રાન્સફરી કરી લીધા

ત્રણેય ફરિયાદીની કારમાં બેસીને વાત કરવા લાગ્યા અને પછી સેક્ટર-81 વિસ્તારમાં જ એક સોસાયટી પાસે વાત કરવા લાગ્યા. આરોપ છે કે જ્યારે અન્ય બે યુવકો ત્યાં આવ્યા ત્યારે સનીએ કહ્યું કે તેઓ મારા મિત્રો છે. પાંચેય બોલવા લાગ્યા. આરોપ છે કે વાત કરતી વખતે સનીએ ફરિયાદીનો મોબાઈલ લઈ લીધો અને ઈ-વોલેટ એપનો પિન નંબર માંગ્યો. આ પછી આરોપીએ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી ફરાર થઈ ગયા.

હવે ઈન્ટરનેટ વીના પણ કરી શકાશે પેમેન્ટ, UPI એ બહાર પાડ્યું આ નવું ફીચર |  Now payment can be made even without internet, UPI released this new feature

મોબાઈલ પર મેસેજ આવવા લાગ્યા તો હોશ ઉડી ગયા

મોબાઈલ પર મેસેજ આવવા લાગ્યા ત્યારે ફરિયાદીએ પૂછ્યું કે મેસેજ કેવી રીતે આવે છે. ત્યારબાદ ચારેય આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરિયાદીનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા. પીડિતનું કહેવું છે કે તેના મોબાઈલમાં બે સિમ હતા. બાદમાં તેણે તપાસ કરી કે તેના એક બેંક ખાતામાંથી રૂ. 1 લાખ ટ્રાન્સફર થયા હતા જ્યારે રૂ. 2 લાખ 60 હજાર અન્ય ખાતામાંથી ટ્રાન્સફર થયા હતા.

છેતરપિંડીને લઈને કરી પોલીસમાં ફરિયાદ

આ મામલે શુક્રવારે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. જેના પર ખેરકી દૌલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને ચોરીની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ સ્ટેશનની ટીમ હવે મોબાઈલ નંબરની વિગતોના આધારે તપાસ કરી રહી છે અને બેંક સાથે વાત કરીને ક્યા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે. જેથી આરોપીઓને ઓળખી શકાય અને પકડી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ