બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / harshal patel sister archita patel dies due to illness

દુ:ખદ / ભાંગી પડ્યો ગુજરાતી ક્રિકેટર! IPLની મેચ દરમિયાન મળ્યા માઠા સમાચાર,બાયોબબલ તોડી અમદાવાદ જવાના રવાના

Kavan

Last Updated: 04:49 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2022 ની 18મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પુણેના MCA સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન RCBના ગુજરાતી ફાસ્ટ બોલર હર્ષલ પટેલ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

  • ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનું અવસાન
  • લાંબા સમયથી હતા બિમાર 
  • IPLની મેચ પૂર્ણ કરી અમદાવાદ જવા રવાના થયો હર્ષલ

ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનું અવસાન થતાં તે મેચ બાદ પોતાના ઘરે જવા રવાના થયો હતો. આ દર્દનાક ઘટના ત્યારે બની જ્યારે હર્ષલ પટેલ મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ મેચ રમી રહ્યો હતો.

બહેનનું નિધન થતાં ભાંગી પડ્યો હર્ષલ પટેલ 

શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે હર્ષલ પટેલની બહેન અર્ચિતા પટેલનું નિધન થયું હતું. આ સમાચાર સાંભળીને તે મેચ પૂર્ણ થયાં બાદ તરત જ તેના ઘરે ગયો. તે તેની બહેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા પછી તરત જ ટીમમાં ફરી સામેલ થશે. જો કે, ક્વોરન્ટાઈનના કારણે, તેણે ત્રણ દિવસ સુધી બાયો-બબલથી દૂર રહેવું પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની બહેન બીમાર હતી.

અમદાવાદના સાણંદનો વતની છે હર્ષલ પટેલ 

અર્ચિતા પટેલ ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની હતી. આવી સ્થિતિમાં હર્ષલ પટેલ તેની નાની બહેનની ખૂબ નજીક હતો. આ જ કારણ છે કે તેમની બહેનના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેઓ તેમના ઘર તરફ રવાના થઈ ગયા હતા. 31 વર્ષીય હર્ષલ પટેલ ગુજરાતના સાણંદનો વતની છે. સાણંદ અમદાવાદ જિલ્લામાં આવે છે અને તેઓ પુણેથી સીધા અમદાવાદ જવા નીકળ્યા હતા. જોકે, તે પુણેથી સીધો અમદાવાદ ગયો કે પહેલા મુંબઈ ગયો હતો તે અંગે જાણી શકાયું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ