બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / harsha bhogle commentator scary instagram interview viral video

વાયરલ / લાઇવ ઈન્ટરવ્યુ દરમ્યાન અચાનક ગુમ થઇ ગયા હર્ષા ભોગલે, ક્રિકેટ પ્રેમીઓ આવ્યાં ટેન્શનમાં

Premal

Last Updated: 02:22 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે સોશિયલ મીડિયામાં અચાનક ચર્ચામાં આવી ગયા. તેઓ ટ્વિટર પર થોડા સમય માટે ટેન્ડમાં પણ રહ્યાં. હર્ષા એક લાઇવ ઈન્ટરવ્યુ દરમ્યાન કોઈ કારણને લીધે કેમેરાની સામેથી હટી ગયા. તેઓ કેમેરાની સામે હટ્યા બાદ કોઈને બૂમો પાડતા સંભળાઈ રહ્યાં હતા.

  • ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે લાઈવ ઈન્ટરવ્યુ દરમ્યાન થયા ગુમ
  • કેમેરાની સામેથી હટ્યા બાદ તેઓ કોઈને બૂમો પાડી રહ્યાં હતા
  • બીજો અવાજ સંભળાતા ઈન્ટરવ્યુ લેનાર વ્યક્તિ ગભરાઈ ગયો

લાઈવ ઈન્ટરવ્યુ દરમ્યાન ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે ગાયબ 

ચાલુ ઈન્ટરવ્યુ વખતે આવુ થતાં ઈન્ટરવ્યુ લેનાર શખ્સ ગભરાઈ ગયો. હર્ષાના ઈન્ટરવ્યુના વીડિયોની એક ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે ઈન્સ્ટાગ્રામ પર એક ઈન્ટરવ્યુ આપી રહ્યાં હતા. આ દરમ્યાન તેઓ અચાનક કેમેરાની સામેથી હટી ગયા હતા અને કોઈને બૂમો પાડી રહ્યાં હતા. તેમના અવાજની સાથે બીજા અવાજ પણ સંભળાતા હતા. આ જોતા ઈન્ટરવ્યુ લેનાર વ્યક્તિ ગભરાઈ ગયો. તેણે હર્ષાને ઘણી વખત સારું છે ને એવી વાત પૂછી. જો કે, હર્ષાનો કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ ઈન્ટરવ્યુ કરનારા શખ્સે કહ્યું કે ગભરાવવાની કોઈ જરૂર નથી. 

હર્ષા ભોગલેએ કહ્યું, મને સારુ છે, ચિંતાની કોઈ વાત નથી

હર્ષા ભોગલેના ઈન્ટરવ્યુની આ ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. જો કે, બાદમાં હર્ષા ભોગલેએ ટ્વિટ કરીને પોતે સ્વસ્થ હોવાની વાત કહી. તેણે લખ્યું, મને સારું છે. તમને બધાને ચિંતિત કરવા માટે માફી માગુ છુ. તમે બધાએ મારી પ્રત્યે જે પ્રેમ અને ચિંતા દર્શાવી છે, તેના માટે હૃદયપૂર્વકની શુભેચ્છા. મેં વિચાર્યુ નહોતુ કે આ આટલુ બધુ વાયરલ થયુ છે. એ પણ શીખવાની વાત છે. જેનો હેતુ કઈક અલગ હતો. સૉરી. ઉલ્લેખનીય છે કે હર્ષા વિશ્વ ક્રિકેટના જાણીતા કોમેન્ટેટર છે. તેઓ ઘણી ચેનલો માટે કોમેન્ટ્રી કરી ચૂક્યા છે. આ સાથે તેઓ ઘણી વેબસાઈટ્સ માટે લખી પણ ચૂક્યા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ