બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Harsh Sanghvi's important statement regarding drugs seized from the state

ચેતવણી / 'ડ્રગ્સરૂપી રાવણને સળગાવવામાં ગુજરાત પોલીસે દશેરાની પણ રાહ નથી જોઇ', ડ્રગ્સરૂપી દૂષણ પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Malay

Last Updated: 12:30 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શસ્ત્રપૂજન કર્યા બાદ કહ્યું કે અમે ડ્રગ્સ સામે અભિયાન નહીં યુદ્ધ શરૂ કર્યું, ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું

  • પોલીસ હેડકવાર્ટર ખાતે કરાયું શસ્ત્રપૂજન 
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શસ્ત્રપૂજન 
  • ગુનેગારોને ક્યારેય છોડવામાં નહીં આવેઃ સંઘવી

Dussehra 2023: અસત્ય પર સત્યની જીત, અધર્મ પર ધર્મની જીતના પર્વ દશેરાની દેશભરમાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું. શસ્ત્ર પૂજન કર્યા બાદ હર્ષ સંઘવીએ રાજ્યમાંથી ઝડપાઈ રહેલા ડ્રગ્સને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.

'ડ્રગ્સના રાવણને સળગાવવા પોલીસે દશેરાની રાહ નથી જોઈ' 
સુરત પોલીસ હેડ ક્વાર્ટર શસ્ત્ર પૂજન કર્યા બાદ હર્ષ સંઘવીએ સૌથી પહેલા તો સમગ્ર ગુજરાતવાસીઓને દશેરાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ રાજ્યમાં મળતા ડ્રગ્સ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે પોલીસે દશેરા સુધી રાહ નથી જોઈ. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સરૂપી રાવણને પકડવાની અને સળગાવવાની કામગીરી કરી છે. 

આ લડાઈમાં અમે જીત મેળવીશું:  હર્ષ સંઘવી
અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું.  

હર્ષ સંઘવી (ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત સરકાર)

કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશેઃ ગૃહ રાજ્યમંત્રી
ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદાની બોર્ડરને કોઈ ઓળંગશે તો જરૂરથી નુકસાન થશે. એટલે આ વર્ષે પણ હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે. 


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ