બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / Harsh Sanghvi's big decision regarding investigation into land mafia torture in Radhe-Krishna society

રાજકોટ / રાધે-ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાના ત્રાસ મામલે તપાસને લઇને હર્ષ સંઘવીનો મોટો નિર્ણય

Mehul

Last Updated: 11:24 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની રાધે-ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાના ત્રાસ કેસમાં સમગ્ર ઘટનાની તપાસ હવે CIDને સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા આ માહિતી આપી છે.

  • રાજકોટ ભૂ-માફિયા કેસની તપાસ CID કરશે 
  • ગૃહ રાજ્ય મંત્રીએ ટ્વીટ કરીને  આપી માહિતી  
  • એક સપ્તાહ પહેલાની ઘટનામાં ખૂનનો પણ ગુનો 

રાજકોટની રાધે-ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાના ત્રાસ કેસમાં સમગ્ર ઘટનાની તપાસ હવે CIDને સોંપવામાં આવી છે. ગુજરાતભરમાં છેલ્લા ત્રણ દિવસથી ચર્ચાની એરણે રહેલા આ કેસને ગૃહવિભાગે  CIDને સોંપવાનો કર્યો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને  જાહેરાત કરી છે. રાજકોટની રાધે-ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓએ કારખાનેદાર અવિનાશ ધુલેસિયા પર હિચકારો હૂમલો કયો હતો. જ્યાં અવિનાશ ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજતા કેસ  હત્યામાં પરિણમ્યો હતો. 

 

વધુ ત્રણ નામ ઉમેરાયા હતા ફરિયાદમાં 
રાજકોટમાં પોલીસ તોડ કાંડ વખતે જ ભૂ માફિયાના કેસ સામે આવ્યા હતા. હવે આ ક્રાઈમ બ્રાંચ તોડ કાંડ જેવો જ મામલો ભૂ-માફિયાનો બન્યો છે. રાજકોટમાં જમીન પડાવા મુદ્દે માથાફરેલા શાખોની ગેંગ કાર્યરત હોય તેમ ધાક-ધમકી અને બળજબરીથી કરોડોની કિમતની મોકાની જમીન પડાવતા હોવાની વાત સામે આવતા કેટલાય સવાલો ઉઠ્યા છે. રાજ્કોટના રાધેકૃષ્ણ સોસાયટીમાં ભૂમાફિયાના આતંકનો મામલે સોસાયટી ખાલી કરાવવાના આરોપની ફરિયાદમાં વધુ 3 નામ ઉમેરાતા ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં જે ત્રણ નામ સામે આવ્યા છે તેમાં ભરત સોશા ઉર્ફે ભૂરો, મયૂરસિંહ જાડેજા, અમિત ભાણવડીયાનું નામ ઉમેરાયું છે. આરોપી અમિત ભાણવડીયા કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુએ યોજેલા લોક દરબારમાં પણ બેઠો હોવાની ચર્ચા છે. અમિત ભાણવડિયાના પણ હાર્દિક સાથેના ફોટા વાયરલ થયા છે.

સોસાયટીઓ પડાવતા માફિયા હત્યા સુધી પહોચ્યા 

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અને તે માટે સોસાયટીની બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી છે. જો કે,થોડા દિવસ પહેલા ભૂમાફિયાઓ ગુંડાઓની 5 જેટલા શખ્સો નશાની હાલતમાં ધસી આવી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં અવિનાશ ધુલેશિયા વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેનું ગત રોજ ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્તને દમ તોડી દેતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.

મૃતકના પરિવારજનોએ નહતો સ્વીકાર્યો મૃતદેહ, 

રાજકોટમાં ભૂમાફિયાનો આતંક વધી રહ્યો છે. ભૂમાફિયાના હુમલામાં રાધે ક્રિષ્ના સોસાયટીના અવિનેશ ધુલેશિયાનું મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનોની માગ છે કે આરોપીઓને કડક સજા કરવામાં આવે. આ માગ સાથે પરિવારજનોએ હજુ સુધી મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો નથી. પરિવારજનોએ DCP સાથે બેઠક બાદ પણ મૃતદેહ સ્વીકાર્યો નથી. પરિવારજનો પોસ્ટમોર્ટમ રૂમ બહાર બેઠા છે. રાધે ક્રિષ્ના સોસાયટીમાં મકાન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં અવિનેશ ધુલેશિયાને ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ