બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Harmful to health from the habit of brushing while bathing in the shower

હેલ્થ / શૉવરમાં ન્હાતા ન્હાતા બ્રશ કરવાની ટેવ હોય તો આજે જ છોડી દો; સમય બચાવવાના ચક્કરમાં થશે ભારે નુકસાન

Kishor

Last Updated: 06:01 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમય બચાવવા માટે ન્હાતી વખતે બ્રશ કરવાની ટેવ હોય તો સુધારી નાખજો નહિ તો સમય બચાવવાની ચક્કરમાં સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે.

  • ન્હાતી વખતે બ્રશ કરવાની ટેવ હોય તો ચેતજો
  • સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર
  • ઇંગ્લેન્ડમાં કવેસ્ટ ડેન્ટલના મુખ્ય ચિકિત્સક અને ક્લિનિકલ ડાયરેક્ટર ડો. પાયલ ભલાએ આપી માહિતી

ભાગદોડભરી જિંદગીમાં મોટાભાગના લોકોને પોતાનો સમય બચાવવા માટે ન્હાતી વખતે બ્રશ કરવાની ટેવ હોય છે. પરંતુ સમય બચાવવાની ચક્કરમાં આ ટેવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. ઇંગ્લેન્ડમાં કવેસ્ટ ડેન્ટલના મુખ્ય ચિકિત્સક અને ક્લિનિકલ ડાયરેક્ટર ડો. પાયલ ભલાએ આ મામલે સમજાવ્યું છે કે સવારમાં શાવર નીચે ઉભી ન્હાતી વેળાએ બ્રસ કરવાથી કઈ સમસ્યાનો સામનો કરવાની નોબત આવે છે.

બાથરૂમમાં જાઓ એટલે ટાઈમ લિમિટ રાખજો, વધારે પડતાં નાહવાના નુકસાન જાણીને  હેરાન થઈ જશો | we should not make these 5 mistakes during bath


શાવરના હેડમાં બેક્ટેરિયા જામેલા હોય છે
ન્હાતી વખતે બ્રશ કરવાથી ઓરલ હેલ્થ પર ધ્યાન રહેતું નથી કારણ કે શાવરમાં બ્રશ કરતી વેળાએ પ્રથમ સમસ્યાએ જન્મે છે કે આ પાણીનું તાપમાન સિંકમાં વપરાતા પાણી કરતા વધુ ગરમ હોઈ શકે છે જે નુકસાનકારક નીવડી શકે છે. નિષ્ણાતોનું માન્યે તો આ પાણી તથા બ્રશને નરમ કરી નાખે છે. પરિણામે દાંત સાફ કરવામાં તે અસરકારક નિવડતું નથી. સૌથી મોટી સમસ્યાએ જન્મે છે કે શાવરના હેડમાં બેક્ટેરિયા જામેલા હોય છે. જે દાંત સાફ કરતી વેળાએ મોમાં જવાની શક્યતાઓ રહેલી છે. જેને કારણે બીમાર થવાનું જોખમ ઊભું થાય છે અથવા તો તમારી રોગપ્રતિકારકશક્તિ ઘટી જવાની પણ સંજોગો જોવા મળી રહે છે.

Topic | VTV Gujarati


શાવરમાં બ્રશ કરતી વેળાએ પાણીનો પણ વધુ બગાડ

બીજી તરફ ટુથપેસ્ટ અને પાણીનું મિશ્રણ શાવરના ફોર્સને લપસતો બનાવી શકે છે આથી તમારી પડી જવાની અને ઈજા થવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે. સાથે સાથે શાવરમાં બ્રશ કરતી વેળાએ પાણીનો પણ વધુ બગાડ થાય છે કારણ કે તમે જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ કરી નાખો છો! આ તમામ સમસ્યાને ધ્યાને લઈને શાવરમાં ન્હાતી વેળાએ બ્રશ ન કરવા અંગે નિષ્ણાંતો સલાહ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ