બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hardik Patel statement Supreme Court stay on Treason

ગુજરાત / 'રાજદ્રોહના કાયદાનો દુરૂપયોગ થયો, જેના પર કેસ થયા તે સરકાર ઝડપથી પરત ખેંચે' : હાર્દિક પટેલ

Hiren

Last Updated: 10:20 PM, 11 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમકોર્ટે આજે રાજદ્રોહના કાયદા પર સુનાવણી દરમિયાન ચુકાદો આપી વિવાદાસ્પદ રાજદ્રોહ કાયદા પર વચગાળાની રોક લગાવી દીધી છે. ત્યારે દેશદ્રોહના કાયદા પર હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે.

  • રાજદ્રોહના કાયદા પર હાર્દિક પટેલનું નિવેદન
  • રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થયો છેઃ હાર્દિક પટેલ
  • સુપ્રીમ કોર્ટે કાયદા પર હાલ પુરતો સ્ટે મુક્યો છે

રાજદ્રોહના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઇ હતી. જેમાં આજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. તો બીજી તરફ  સુપ્રીમકોર્ટે વિવાદાસ્પદ રાજદ્રોહના કાયદા પર વચગાળાની રોક લગાવી દીધી છે. કેન્દ્ર સરકાર કાયદાની સમીક્ષા ન કરે ત્યાં સુધી રાજદ્રોહના નવા કેસ દાખલ નહીં થઇ શકે. જેથી હાલ જે વ્યક્તિ આ કેસમાં જેલમાં બંધ છે તે પણ જામીન માટે અરજી કરી શકે છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સ્વાગત કર્યું છે.

રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થયોઃ હાર્દિક પટેલ

સુપ્રીમ કોર્ટ દ્વારા રાજદ્રોહના કાયદા પર જે પ્રકારે ટિપ્પણી કરી છે તેનાથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, રાજદ્રોહના કાયદાનો દુરઉપયોગ થયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આગામી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજદ્રોહના કાયદા પર સ્ટે મૂક્યો છે. એટલે નવો કોઇપણ કેસ નહીં થાય. જે કેસ ચાલી રહ્યા છે તે મુદ્દે જેલમાં હોય તેને જામીન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. રાજદ્રોહના કેસને લઇને કોઇપણ આગળની કાર્યવાહી ન થઇ શકે. દેશમાં રાજદ્રોહના કાયદા પર પુનઃ વિચારણા થવી જોઈએ. જે યુવાનો સમાજ હિતના રાજ્યના હિત કે દેશહિત માટે નાના મોટા આંદોલન કરીને લોકોને ફાયદો અપાવવાનું કામ કરતા હોય તો આવા યુવાનો પર રાજદ્રોહનો કેસ ન થવો જોઈએ. નક્સલવાદી, આતંકવાદીઓ પર કડક કાર્યવાહી પણ થવી જોઈએ. અમે આ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. અને જેમના પર રાજદ્રોહના કેસ થયા છે તે કેસો પણ સરકાર ઝડપથી પરત ખેંચે.

સુનાવણી ન થાય ત્યાં સુધી રાજદ્રોહનો કેસ નહી નોંધી શકાય

સુપ્રીમકોર્ટે આજે રાજદ્રોહના કાયદાને લઈ સૂનાવણી કરતાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જેમાં સુપ્રીમકોર્ટે વિવાદાસ્પદ રાજદ્રોહના કાયદા પર વચગાળાની રોક લગાવી દીધી છે. સાથે કેન્દ્ર સરકારને આ કાયદાની સમીક્ષા કરવા પણ જણાવ્યુ છે. સુપ્રીમકોર્ટે 152 વર્ષ જૂના કાયદા પર રોક લગાવતા જણાવ્યુ છે કે, આ કાયદાની સમીક્ષા ન થાય ત્યાં સુધી વિવિધ સરકારોએ 124-એ હેઠળ કોઈ કેસ દાખલ ન કરવો અને કોઈ પણ તપાસ પણ ન કરવી. આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાજદ્રોહના પક્ષમાં દલિલ કરી હતી કે, રાજદ્રોહના કાયદમાં FIR દાખલ કરવાનુ બંધ ન કરી શકાય. આ માટે 1962માં એક બેંચે પણ તેને યથાવત રાખી હતી.  કેન્દ્ર સરકારે કહ્યુ કે, આ ગુનામાં થયેલી FIR પર સુપરવિઝનની જવાબદારી પોલીસ અધિક્ષકને સોંપી સકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમયે તેમના સાથી અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. 2015માં ગુજરાતમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમ બાદ ફાટી નીકળેલી હિંસા સંદર્ભે તેમને આરોપી બનાવવામાં આવ્યા છે. હાલમાં તેઓ જામીન ઉપર બહાર છે.

ગંભીર ગુનો હોય ત્યારે ફરિયાદ કરતા રોકી ન શકાય: સરકાર

રાજદ્રોહના કાયદાને પડકારતી અરજી અંગે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં જવાબ આપ્યો હતો. સરકારે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, ગંભીર ગુનો હોય ત્યારે ફરિયાદ કરતા રોકી શકાય નહીં. આ માટે SP કક્ષાના અધિકારીની સ્ક્રૂટીની માટે નિમણૂંક થઈ શકે છે. સરકારના જવાબ પર સોલિસીટર જનરલે ટીપ્પણી કરી હતી કે, જે કેસ ચાલી રહ્યા છે તે દરેકના મેરિટ અલગ છે. અનેક રાજદ્રોહના કેસ ન્યાયાલયને આધીન હોય છે.

અદાલતનુ સન્માન કરીયે છીએ, પરંતુ લક્ષ્મણ રેખા પાર ન કરી શકાયઃ કેન્દ્રીય કાયદામંત્રી કિરન રિજિજૂ

સુપ્રીમકોર્ટે સરકારને સમીક્ષા કરવા માટે પણ જણાવતા કહ્યુ છે કે, જેલમાં બંધ લોકો અદાલતના દરવાજા ખખડાવી શકે છે. સુપ્રીમકોર્ટના આ નિર્ણય પર કેન્દ્રિય કાયદામંત્રી કિરેન રિજિજુએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેઓ અદાલત અને તેની સ્વતંત્રતાનુ સન્માન કરે છે પરંતુ એક લક્ષ્મણ રેખા હોય છે તેને પાર ન કરી શકાય.

દેશદ્રોહ એટલે શું ?
ઘણી વખત રાજદ્રોહ અને દેશદ્રોહની વચ્ચે અવઢવ ઊભી થતી હોય છે. જ્યારે દેશ વિરુદ્ધ હથિયાર સાથે યુદ્ધ છેડવામાં આવે, દુશ્મન દેશ માટે જાસૂસી કરવી અથવા તો દેશના સશસ્ત્રબળોની ઉશ્કેરણી થાય તેવું કૃત્યુ દેશદ્રોહ હેઠળ આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ