બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Hamas is committing genocide while sitting in Gaza hospitals! Israel claims to have presented 'evidence' by sharing the video

Israel Hamas War / ગાઝાની હોસ્પિટલોમાં બેસીને હમાસ કરી રહ્યું છે નરસંહાર! Video શેર કરી 'પુરાવા' રજૂ કર્યાનો ઈઝરાયલનો દાવો

Priyakant

Last Updated: 10:29 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War News: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ પર આરોપ લગાવતા એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે, હમાસ દ્વારા ગાઝા પટ્ટીની હોસ્પિટલોનો ઓપરેશન સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે ઉપયોગ

  • હમાસના હુમલા બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વધી રહ્યું છેયુદ્ધ 
  • ઈઝરાયેલે ગાઝામાં જમીની હુમલા પણ શરૂ કરી દીધા
  • ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ પર લગાવ્યો મોટો આરોપ 
  • હમાસ દ્વારા ગાઝા પટ્ટીની હોસ્પિટલોનો ઓપરેશન સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે ઉપયોગ 

Israel Hamas War : હમાસના હુમલા બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસને નષ્ટ કરવા માટે ઈઝરાયલ માત્ર આકાશમાંથી બોમ્બમારો નથી કરી રહ્યું પરંતુ ગાઝામાં જમીની હુમલા પણ શરૂ કરી દીધા છે. આ દરમિયાન ઇઝરાયલે હમાસ પર મોટો આરોપ લગાવ્યો છે અને પુરાવા સાથે બતાવ્યું છે કે, હમાસ હોસ્પિટલોમાં બેસીને કેવી રીતે આતંક ફેલાવે છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ પર આરોપ લગાવતા એક વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે, હમાસ દ્વારા ગાઝા પટ્ટીની હોસ્પિટલોનો ઓપરેશન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શું કહ્યું ઈઝરાયેલના વડાપ્રધાને ? 
વાત જાણે એમ છે કે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર શેર કર્યો છે અને હમાસની તુલના ISIS સાથે કરી છે. તેણે X પરના વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, Hamas-ISIS બીમાર છે. તેઓ તેમના આતંક માટે હોસ્પિટલોને હેડક્વાર્ટરમાં ફેરવે છે. અમે હમણાં જ તે ગુપ્ત માહિતી બહાર પાડી છે જે તેને સાબિત કરે છે તે અહીં છે. આ વીડિયોમાં ઈઝરાયલે એનિમેશન દ્વારા હમાસની આતંકી યોજનાઓનો પર્દાફાશ કર્યો છે.

આ પહેલા ઈઝરાયેલી સૈનિકો અને ટેન્કોએ ઉત્તરી ગાઝામાં થોડા સમય માટે જમીન પર હુમલો કર્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે, બે અઠવાડિયાથી વધુના હવાઈ હુમલા પછી સંભવિત જમીની હુમલા માટે "યુદ્ધભૂમિ તૈયાર કરવા" માટે ઘણા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે, ગાઝા પટ્ટીમાં ઇંધણ સમાપ્ત થવાના આરે છે જે તેને આ વિસ્તારમાં રાહત પ્રયાસો રોકવા માટે દબાણ કરશે.

નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ ઇઝરાયેલમાં હમાસના હુમલા બાદ ગાઝા ગંભીર ઘેરાબંધી હેઠળ છે, જ્યાં ખોરાક, પાણી અને દવાઓનો અભાવ છે. દાયકાઓથી ચાલેલા ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં ગાઝામાં વધતો મૃત્યુઆંક અભૂતપૂર્વ છે. હમાસ શાસિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, સંઘર્ષમાં 7,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા જોકે આ આંકડો સ્વતંત્ર રીતે ચકાસી શકાયો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ