બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Hamas Gaza attackes israel citizen, Palestinian Terrorists kidnapped killed innocents of israel

નિર્દયતા / VIDEO: મહિલાઓના મૃતદેહ નગ્ન કરીને જશ્ન મનાવ્યું, સૈનિકોને ઢસડયા; ગાડીઓ-ઘરમાંથી લોકોને કાઢીને માર્યા: ઈઝરાયલમાં આતંકીઓએ ક્રૂરતાની હદ વટાવી

Vaidehi

Last Updated: 05:42 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમાસનાં આતંકીઓ ઈઝરાઈલમાં પહોંચી અને રસ્તા પર ચાલી રહેલા નાગરિકો પર ખુલેઆમ ગોળીબારી કરી રહ્યાં છે. હિંસાનાં તમામ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે.

  • ઇઝરાયલ-પેલેસ્ટાઇનસંઘર્ષમાં મોટાપાયે લોકોનાં મોત
  • હમાસનાં એક્શન બાદ ઇઝરાયલે યુદ્ધની ઘોષણા કરી
  • આતંકીઓ ઇઝરાયલનાં નાગરિકો પર ગોળીબારી કરી રહ્યાં છે

હમાસ દ્વારા હજારો રૉકેટ ચલાવ્યાં બાદ ઇઝરાયલએ યુદ્ધની ઘોષણા કરી દીધી. મહિનાઓથી ચાલી રહેલા ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં મોટાપાયે લોકોનાં મોત થયાં છે. આતંકીઓ મોટરસાઈકલ, SUV અને પેરાગ્લાઈડર પર સવાર થઈને દક્ષિણી શહેરોમાં પહોંચ્યાં. આ આતંકીઓ રસ્તા પર ચાલી રહેલા નાગરિકો પર ગોળીબાર કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનાં અનેક વીડિયો સામે આવ્યાં છે.

ખુલેઆમ નાગરિકો પર ગોળીબારી
સ્ડેરૉટનાં નિવાસીએ હુમલાનો એક વીડિયો રેકોર્ડ કર્યો જેમાં આતંકવાદીઓ ખુલેઆમ નાગરિકો પર ગોળીઓ ચલાવી રહ્યાં છે. વ્યક્તિએ આ વીડિયો પોતાના ઘરની છત પરથી રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોને આતંરરાષ્ટ્રીય માનવાધીકારનાં વકીલે શેર કર્યો છે.

રસ્તા પર જવાનોનાં શવને ઘસેડ્યા
કેટલાક વીડિયોમાં એવું પણ દેખાઈ રહ્યું છે જેમાં આતંકીઓ જશ્ન મનાવતાં ઇઝરાયેલી  સેનાનાં જવાનોનાં શવને જમીન પર ઘસડી રહ્યાં છે. ગાજામાં રૉકેટો ચલાવ્યાં બાદ જેરુશલમમાં સાયરનનો અવાજ સતત સંભળાઈ રહ્યો છે.

મહિલાઓને નગ્ન કરીને ઘસડી રહ્યાં છે
ક્રૂર આતંકીઓ ઇઝરાયેલી  મહિલાનાં શવને નગ્ન કરીને જશ્ન મનાવતાં દેખાયા. કેટલાક આતંકીઓ તો આ મહિલાનાં શવ પર થૂકી રહ્યાં હતાં. (કેટલાક દ્રશ્યો અતિસંવેદનશીલ હોવાને લીધે અમે વીડિયો ટાંકી શકવામાં અસમર્થ છીએ. )

શવને પગથી કચડ્યાં
આતંકીઓ રસ્તા પર ચાલી રહેલા નાગરિકો પર ગોળીબારી કરી રહ્યાં છે. એટલું જ નહીં શવને પગથી કચડી રહ્યાં છે લાત મારી રહ્યાં છે. આ નિર્દયતાવાળા દ્રશ્યો જોઈને કોઈનું પણ હદય કંપી ઊઠે પણ આતંકીઓ થોભવાનું નામ નથી લઈ રહ્યાં.પેલેસ્ટિનિયન આતંકઓ હવે બોમ્બ આશ્રયસ્થાનોમાં ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરી રહ્યા છે.તેઓ નિર્દોષ ઇઝરાયેલીઓની ખુલ્લેઆમ હત્યા કરી રહ્યા છે.

હિંસા ભડકી
હમાસનાં ઉગ્રવાદી નેતા મોહમ્મદ દીફે પોતાના ભાષણમાં કહ્યું કે,' અમે બધું જ નષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.' તેમણે જણાવ્યું કે,' હમાસ અલ-અક્શા ફ્લડની ઘોષણા કરી ચૂક્યું છે. આ હિંસાથી પહેલા હમાસે કહ્યું હતું કે લોકોએ હવે આ બધું સમાપ્ત કરવા માટે રેખાઓ ખેંચવી પડશે કારણકે ઇઝરાયલે ફિલીસ્તીન અને અલ અક્શાની પવિત્ર જમીન પર અપરાધ કરવાનું ચાલુ રાખ્યું છે.' તેમના આ નિવેદન બાદ હિંસા વધુ ભડકી ઊઠી છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ