ઈન્ફ્લુએન્ઝાના સબટાઈપ H3N2 સંક્રમિત થવા બાદ ઘણા દિવસ સુધી ખાંસી રહે છે. હોળીના અવસર પર ફ્લૂથી ખાસ રીતે સતર્ક રહેવાની જરૂર છે.
હોળી પર રાખો પોતાનું ખાસ ધ્યાન
H3N2 વાયરસનો થઈ શકે છે વિસ્ફોટ
જાણો લક્ષણ અને બચવાની રીત
દેશમાં ઈન્ફ્લુએન્ઝા વાયરસના કેસમાં અચાનક તેજી જોવા મળી રહી છે. પાછલા થોડા સમયથી ઈન્ફ્લુએન્ઝાના દરરોજ હજારે કેસ હોસ્પિટલમાં સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારે તેજી જોવા મળી છે.
તેમાં 3-5 દિવસ સુધી તાવ રહે છે. તેની સાથે જ સતત ખાંસી આવતી રહે છે જે ત્રણ અઠવાડિયા સુધી રહે છે. આ વાયરલ એક બીજાથી ફેલાય છે. માટે હોળીના તહેવારમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
આ રાજ્યની સરકારે ફેસ માસ્ક કર્યા જરૂરી
કર્ણાટક સરકારે સોમવારે રાજ્યમાં ઈન્ફ્લુએન્ઝાના H3N2 વેરિએન્ટના વધતા કેસોની વચ્ચે સ્વાસ્થ્ય કર્મિઓ માટે ફેસ માસ્ક જરૂરી કરી દીધા છે. મંગળવારે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ અધિકારીઓની સાથે મીટિંગ કરી જેમાં ઈન્ફ્લુએન્ઝાના વધતા કેસો અને તેનાથી બચવાને લઈને ચર્ચા કરી.
ચર્ચા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ગભરાવવાની જરૂર નથી. તેમણે જલ્દી ગાઈડલાઈન જાહેર કરવાની વાત કહી.
શું છે લક્ષણ?
H3N2 વાયરસના લક્ષણોમાં ખાંસી, નાક વહેવું અથવા નાક બંધ રહેશે, ગળામાં ખીચખીચ, માથામાં દુખાવો, શરીર અને મસલ્સમાં દુખાવો, તાવ, ઠંડી લાગવી, થાક, ઉલ્ટી, ડાયેરીયા અને શ્વાસ ફૂલવા જેવી સમસ્યા પણ શામેલ છે.
ICMRના અનુસાર હોસ્પિટલમાં દાખલ H3N2 વાળા દર્દીઓમાં 92% દર્દીઓમાં તાવ, 86%ને ખાંસી, 27%ને શ્વાસ ફૂલવા, 16%ને ગભરામણની સમસ્યા હતી.
ICMRએ કહ્યું, "H3N2ના કારણે ગંભીર તીવ્ર શ્વસન સંક્રમણથી પીડિત લગભગ 10 ટકા દર્દીઓને ઓક્સીજનની જરૂર પડે છે અને 7 ટકાને ICU દેખરેખની જરૂર પડે છે."
કઈ રીતે બચશો?
કોઈ પણ ફ્લૂથી બચવા માટે સૌથી પહેલી રીત સાફ સફાઈ જાળવવી છે. નિયમિત રીતે હાથ સાબુ અના પાણીથી ધોવો. ફેસ માસ્ક પહેરીને નિકળો અને ભીડવાળા વિસ્તારમાં જવાથી બચો.
મોઢા અને નાકને અડવાથી બચો. છીકતી વખતે નાક અને મોઢાને કવર કરો. પોતાને હાઈડ્રેટ રાખો અને જરૂરી માત્રામાં લિક્વિડનું સેવન કરો.
કોને સૌથી વધારે ખતરો?
એન્ટી-માઈક્રોબિયલ રેજીસ્ટેન્સ માટે આઈએમએની સ્થાયી સમિતિએ વાયરલના વધતા કેસની પાછળ વાયુ પ્રદુષણને કારણ ગણાવ્યું છે.
બિમારી મોટાભાગે 15 વર્ષથી નાના અને 50 વર્ષથી વધારે આયુષ્યના લોકોમાં થાય છે. માર્ચના અંત અથવા એપ્રિલના પહેલા અઠવાડિયાથી તાપમાન વધવાની સાથે જ સંક્રમણના કેસોમાં કમી આવવાની સંભાવના છે.