બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarat Titans beat Kolkata Knight Riders by seven wickets in IPL

IPL / VIDEO : ગુજરાતની સુપર સ્પીડ, સૌથી વધારે મેચ જીતી, સામસામી બે ટીમના ખેલાડીઓએ ઉડાવ્યાં ચોગ્ગા-છગ્ગા

Hiralal

Last Updated: 09:03 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ જીતી લઈને ગુજરાત ટાઈટન્સ આઈપીએલમાં સૌથી વધારે જીત જીતનારી ટીમ બની છે.

  • IPLમાં સૌથી વધારે મેચ જીતનારી ટીમ બની ગુજરાત ટાઈટન્સ
  • 8માંથી 6 મેચ જીતીને આવી ટોપ પર 
  • કોલકાતા સામેની છેલ્લી મેચમાં વિજય શંકરે ફટકાર્યાં 

આઇપીએલ 2023ની મહત્વની મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. 29 એપ્રિલ (શનિવાર)ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે યોજાયેલી મેચમાં કોલકાતાએ ગુજરાતને જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 13 બોલ બાકી હતા, ત્યારે હાંસલ કરી લીધો હતો. ગુજરાત ટાઇટન્સની જીતનો હીરો વિજય શંકર રહ્યો હતો, જેણે અણનમ 51 રન ફટકાર્યા હતા.

ગુજરાત વતી કોણ સારુ રમ્યું 
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી હતી અને રિદ્ધિમાન સાહાએ શુભમન ગિલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. આન્દ્રે રસેલે સાહાને આઉટ કરીને આ ભાગીદારીનો અંત આણ્યો. આ પછી હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી થઈ હતી. શુબમન ગિલે 49 રન (35 બોલ, 8 ચોગ્ગા) બનાવ્યા હતા. 93 રનમાં ત્રણ વિકેટ પડયા બાદ ડેવિડ મિલર અને વિજય શંકરે 87 રનની અણનમ ભાગીદારી કરતાં મેચ જીતી લીધી હતી. વિજય શંકરે 24 બોલમાં અણનમ 51 રન ફટકાર્યા હતા, જેમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા. આ દરમિયાન વિજય શંકરે વરુણ ચક્રવર્તીની એક ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારીને મેચની દિશા સંપૂર્ણપણે બદલી નાખી હતી. તે જ સમયે, ડેવિડ મિલરે 18 બોલમાં બે છગ્ગા અને સમાન સંખ્યામાં ચોગ્ગાની મદદથી અણનમ 32 રન બનાવ્યા હતા.

કોલકાતાના ગુરબાઝની તોફાની ઈનિંગ 
આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કેકેઆરની ટીમે 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. કોલકાતા માટે અફઘાન વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે તોફાની ઈનિંગ રમી હતી. તેણે 39 બોલમાં 81 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગુરબાજે 7 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બર્થ ડે બોય આન્દ્રે રસેલે 19 બોલમાં ઝંઝાવાતી 34 રન ફટકાર્યા હતા. તેણે 3 સિક્સર ફટકારી હતી.

ગુજરાત ટાઈટન્સે 8માંથી 6 મેચ જીતી
હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમ હવે આ જીત સાથે ટોચ પર આવી ગઈ છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 8માંથી 6 મેચ જીતી છે. બીજી તરફ કોલકાતાની ટીમ અત્યાર સુધી 9માંથી 3 મેચ જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ હાલમાં 7માં નંબર પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ