બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Gujarat Temperature: Ahmedabad and bhavnagar are the hottest cities of the state, there are very less chances of heavy rains in Gujarat

તાપમાન / વરસાદ હાથતાળી વચ્ચે અમદાવાદ ગુજરાતનાં હોટેસ્ટ સિટીમાં બીજા ક્રમાંકેઃ લોકો બફારાથી ‘ત્રસ્ત’, આ શહેર સૌથી ગરમ

Vaidehi

Last Updated: 07:48 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપમાન: રાજ્યમાં હજુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે ભાવનગર રાજ્યનું પ્રથમ હોટેસ્ટ સિટી જ્યારે અમદાવાદ બીજા ક્રમે આવ્યું છે.

  • રાજ્યમાંથી વરસાદે વિરામ લીધો છે
  • ઘણાં જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચકાયો
  • ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું

શહેરમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે અને વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, જોકે હજુ લોકો વરસાદ માટે તરસે છે. હવે ગરમીનો પારો ઊંચકાયો છે. ગઈ કાલે અમદાવાદ ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે ગુજરાતનાં હોટેસ્ટ સિટીમાં બીજા ક્રમાંકે આવ્યું હતું. હવે અમદાવાદમાં ગરમીમાં થયેલો વધારો ચર્ચાસ્પદ બન્યો છે, જ્યારે ભાવનગર ૩પ.પ ડિગ્રી ગરમી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે. 

રાજ્યમાં ગરમી વધી 
અમદાવાદ સહિત રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે, જેના કારણે સ્વાભાવિકપણે સમગ્ર રાજ્યમાં ગરમી વધી છે. પાટણમાં ૩૩ ડિગ્રી, રાજકોટમાં ૩૩ ડિગ્રી, ભૂજમાં ૩ર.ર ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૧.પ‌ ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. આમ, સમગ્ર ગુજરાતમાં ગરમીના વધતા પ્રમાણે લોકોમાં   નવી ચર્ચા જગાડી છે. વરસાદ હજુ પણ મચક આપે તેમ લાગતું નથી એટલે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે.

સવારે પણ ગરમીનો પારો ઊંચકાયો
શહેરમાં આજે સવારે પણ ગરમીનો પારો ઊંચકાયો હતો અને ર૬.૩ ‌ડિગ્રી   લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી વધુ હતું, જ્યારે આજે સવારના ૮.૩૦ વાગ્યે હવામાંનો ભેજ ૮પ ટકા નોંધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા મુજબ શહેરમાં આગામી ૩૦ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની કોઇ શક્યતા નથી. શહેરમાં આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ હવામાન વિભાગ જણાવે છે. 

વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે કરેલી આગાહીને તપાસતાં આજે   બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે, જ્યારે આવતી કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગની આગાહીમાં દર્શાવાઈ છે.

સામાન્ય વરસાદ પડવાની શક્યતા
જ્યારે ર૭ ઓગસ્ટે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, તા. ર૮ અને ર૯ ઓગસ્ટે પણ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ કે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.મેઘરાજા ગુજરાતને હાથતાળી આપી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહીને જોતાં રાજ્યમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા હોઈ દક્ષિણ ગુજરાત સિવાયના ‌ભાગમાંથી વરસાદ ગાયબ થવાની સંભાવના છે. 

ભારે વરસાદને લઈને કોઈ ચેતવણી 
ર૯ ઓગસ્ટ સુધીના રાજ્યના હવામાન અંગેની આગાહીમાં ભારે વરસાદને લઇ કોઇ ચેતવણી કે એલર્ટ આપવામાં આવ્યું નથી. દક્ષિણ ગુજરાતમાં થોડો ઘણો વરસાદ ત્યાંની ‌વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમની અસર હોવાનું જણાવાઈ રહ્યું છે. હવે સામાન્ય વરસાદ થવાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ખેતરમાં રહેલા ઊભા પાકને નવજીવન માટે પાણીની જરૂર છે, જો આગામી દિવસોમાં સારો એવો વરસાદ નહીં થાય તો આ પાક બળી જશે અને ખરીફ પાકને ભારે નુકસાન થશે. વરસાદનો જો આવો જ હાલ રહેશે તો શિયાળામાં લેવાતા રવી પાકને પણ નુકસાન પહોંચવાની ભીતિ ‌કૃષિ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. 

છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના પ૪ તાલુકામાં ઝરમર વરસાદ 
ગુજરાતમાંથી વરસાદ અદૃશ્ય થયો હોય તેમ આજે સવારે છ વાગ્યે પૂરા થયેલા ર૪ કલાકમાં કુલ પ૪ તાલુકામાં ઝરમર વરસાદ પડ્યો છે. નવસારીના ખેરગામમાં સૌથી વધુ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરગામ, ડોલવણ, વાંસદા, ડાંગ, વાપી, પારડી અને વઘઈમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું ગાંધીનગર આવેલા સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ