બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat Rain Forecast: 4-5 august will be rainy for Gujarat Kutch Saurashtra Dakshin Gujarat

ગુજરાત / 48 કલાક અતિભારે વરસાદ, ભારે પવન ફૂંકાશે: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

Vaidehi

Last Updated: 07:17 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 4 દિવસ રાજ્યનાં મોટાભાગના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ રહેશે જ્યારે 4 અને 5 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ રહેશે જ્યારે  4 અને 5 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારાં દિવસોમાં પવનની ગતિમાં વધારો થશે પરિણામે રાજ્યમાં વરસાદ વરસી શકે છે.

આ જિલ્લાઓમાં પડશે વરસાદ
અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 92% વરસાદ નોંધાયો ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારાં 4 દિવસોમાં પણ આ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધીમીધારે વરસાદની શક્યતા જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

મનોરમા મોહન્તીએ આપી માહિતી
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ કહ્યું કે,'ગુજરાતમાં આવનારાં 4-5 દિવસોમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારમાં ઓછો વરસાદ પડશે પરંતુ બાકીનાં વિસ્તારમાં 4 અને 5 ઑગસ્ટનાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે   પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનની સ્થિતિ હોવાને લીધે ગુજરાતમાં હાલમાં પવનની ઝડપ ઘણી વધારે છે. જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.'

અંબાલાલ પટેલે આપી ચેતવણી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપુર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે,  2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ટર્ફ સર્જાશે જેને લઈ  ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં  વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ