બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / પ્રવાસ / Gujarat Places to visit, know everything about don hill station

પર્યટન સ્થળ / અહીં ફરવા ગયા તો આબુ-સાપુતારા ભૂલી જશો! ચોમાસામાં ફરવા માટે ગુજરાતનું બેસ્ટ હિલ સ્ટેશન, જુઓ ક્યાં આવ્યું-કઈ રીતે પહોંચી શકાશે

Vaidehi

Last Updated: 05:31 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં આ ઐતિહાસિક હિલ સ્ટેશનની ઊંચાઈ 1000 મીટર છે. ધાર્મિક મહત્વની સાથે-સાથે ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ફેમસ છે.

 

  • ગુજરાતનાં આહવામાં આવેલ છે ડોન હિલ સ્ટેશન
  • હિલ સ્ટેશનની ઊંચાઈ 1000 મીટર
  • પેરાગ્લાઇડિંગ જેવી  રોમાંચક એક્ટિવિટીની સગવડ

ચોમાસાની સીઝનમાં જ્યારે પણ ફરવા જવાની વાત આવે ત્યારે પર્યટકોને સૌથી પહેલાં હિલ સ્ટેશન યાદ આવે છે. ગુજરાતમાં  હિલ સ્ટેશનની વાત થાય ત્યારે  સૌથી પહેલા બે નામ આપણા મનમાં આવે- એક તો સાપુતારા અને બીજું આબુ. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ બંને હિલ સ્ટેશનોને ટક્કર આપે તેવું એક હિલ સ્ટેશન ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રનાં નાસિક જીલ્લાની બોર્ડર પર આવેલું છે. જેનું નામ છે 'ડોન'.

Don Hill Station

ક્યાં આવેલું છે આ હિલ સ્ટેશન?
આહવાથી ડોનગામ માટે 38 કિલોમીટર દૂર છે, જે સાપુતારાથી 17 મીટર ઊંચું અને 10 ગણો વધારે વિસ્તાર ધરાવતું છે. સહ્યાદ્રી પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણા બધું જ ધરાવે છે. એટલે જ પ્રકૃતિની મોજ માણવા માટે ડોન હિલ સ્ટેશન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ડોનની ઊંચાઈ 1000 મીટર છે. સાથે જ ડોન હિલ સ્ટેશનને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે.

ટ્રેકિંગ માટે ઉત્તમ 
1000 મીટરની ઊંચાઇએ આવેલ આ જગ્યા સાપુતારા કરતાં 100 મીટર વધારે ઊંચાઇ ધરાવે છે. એમાંય પર્વતના ઢોળાવ અને ખડકોનો આકાર એવો છે કે ટ્રેકિંગ માટે ઉત્તમ રહે છે. એટલે જ જો તમને ટ્રેકિંગમાં રસ હોય તો એક વખત ડોન જરૂર જવા જેવું છે. હિલ સ્ટેશન તરીકે વિકાસ થઇ રહ્યો હોવાથી અહીં પેરાગ્લાઇડિંગ પેરા રોઇલિંગ ઝોર્બિંગ એટલે કે પારદર્શક ગોળામાં ગબડવાની મજા ઝિપલાઇનિંગ એટલે કે ઊંચા દોરડા પર સરકવાનો રોમાંચ કંઇક અનોખો જ હોય છે. પર્વતાળ વિસ્તારમાં રોમાંચક એક્ટિવિટી માટે અહીં સગવડ મળી રહે છે.

ડોન નામ 'દ્રોણ' પરથી અપભ્રંશ
ગામના લોકો કહે છે કે એમણે તેમના વડીલો પાસેથી સાંભળ્યું હતું કે અહીં આવેલા અહલ્યા પર્વત પાસે ગુરૂ દ્રોણનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ અને સીતા દ્રોણના આશ્રમના કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. તે અંગ્રેજોના શાસન દરમિયાન અપભ્રંશ થઇને 'ડોન' તરીકે ઓળખાવા લાગી છે.

હનુમાનજી સાથે પણ છે સંબંધ 
અહી અંજની પર્વત અને કુંડ પણ આવેલો છે, જેને હનુમાનજીનું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે. અહી માતા અંજનીએ શિવજીની આરાધના કરી હતી, જેને કારણે અહી એક શિવલિંગ પણ છે. માત્ર એટલું જ નહીં અહી ભગવાન રામ અને માતા સીતાનાં પગલાં અને ડુંગરનાં નીચલા ભાગ પર પાંડવ ગુફા પણ જોવા મળે છે. અહી અદ્ભુત પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળે છે. ઝરણાં પર્વત પરથી વહીને નીચે 'સ્વયંભૂ શિવલિંગ' રૂપે પૂજાતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ શિવમંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.

આદિવાસી સંસ્કૃતિ 
ડાંગ મુખત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહી આદિવાસી સમુદાયની વસ્તી વધારે છે એટલે કે તેમની રહેણીકહેણી, તેમના ઘર, તેમનું ભોજન જોઇને તમે કંઈક નવું જાણી શકો છો. અહીં આદિવાસી સમુદાયના 1700 લોકો વસવાટ કરે છે. તેઓ એકબીજાની સાથે ડાંગ ભાષામાં વાત કરે છે જે કુકણાં બોલી તરીકે પણ ઓળખાય છે. મહુડો ખાખરા સાગ શાલ શીસમ ટીમરૂ વાંસ અને કરંજ જેવા વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે.

ડાંગી નૃત્યોની રમઝટ
અહીં આદિવાસીઓના ઉત્સવ પ્રસંગે વિવિધ ડાંગી નૃત્યોની રમઝટ જામે છે. અહીં વિવિધ પ્રકારનાં ભોજન આપતી રેસ્ટોરાંની સગવડ થઇ ગઇ છે. છતાં ચેન્જ ખાતર ચાહો તો અહીંના આદિવાસી લોકોનું વિશિષ્ટ ભોજન નાગલીનો રોટલો અને વાંસના શાકની મઝા પણ માણી શકાય છે. અહીં રોકાણ માટે ગ્રામ પંચાયત તરફથી રૂમ અને ટેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સગવડ નજીવા ચાર્જ ચૂકવીને મેળવી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ