બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat is still Gujarat: This CM impressed by Gir cow, find out immediately why the whole team was sent

ગજ્જબ / ગુજરાત તો પણ ગુજરાત જ છે: ગીર ગાયથી પ્રભાવિત થયાં આ મુખ્યમંત્રી, તાબડતોબ જાણો કેમ મોકલી આખી ટીમ

Mehul

Last Updated: 05:25 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ગીર ગાય દુનિયાભરમાં સુપ્રસિદ્ધ છે.ત્યારે હવે અન્ય રાજ્યોમાં પણ ગીર ગાયની માગ વધી છે.આસામના મુખ્યમંત્રી ગીર ગાયથી પ્રભાવિત થયા છે.

  • ગીર ગાયમાં અન્ય રાજ્યોને પડ્યો રસ 
  • આસામના મુખ્યમંત્રી ગીર ગાયથી પ્રભાવિત 
  • ગીર ગાય ખરીદવાની વાત પર ચર્ચા 

ભારતમાં ગીર ગાય એક પ્રસિદ્ધ દુધાળાં પશુની ઓલાદ છે. તે ગુજરાત રાજ્યમાં આવેલા ગીરના જંગલ પ્રદેશ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના આસપાસના જિલ્લાઓમાં જોવા મળે છે. આ ગાય સારી દુધ ઉત્પાદકતા માટે જાણીતી છે.ગીર ગાયનો ડંકો વિદેશ સુધી વાગે છે કારણકે, તેની દૂધ ઉત્પાદક ક્ષમતા અન્ય ગાય કરતા વિશેષ હોય છે.ગુજરાતની ગીર ગાય દુનિયાભરમાં સુપ્રસિદ્ધ છે.ત્યારે હવે અન્ય રાજ્યોમાં પણ ગીર ગાયની માગ વધી છે.આસામના મુખ્યમંત્રી ગીર ગાયથી પ્રભાવિત થયા છે.

આસામના મુખ્યમંત્રી પ્રભાવિત 

આસામના પશુપાલકોમાં પણ ગીર ગાયની માગ વધી છે.જેને લઈને આસામ સરકારે ગીર ગાયની ખરીદી માટે પોતાની ટીમને ગુજરાતમાં મોકલી છે.ગીર ગાયની માગને જોતા આસામના કૃષિ નિયામક અને પશુપાલક સચિવે કૃષિ મંત્રી સાથે બેઠક કરી હતી.તથા આ બાબતે કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.અને પશુપાલકો પાસેથી ગીર ગાય ખરીદી બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ આસામ સરકારે ટ્રાયલ બેઝ પર ગીર ગાયની ખરીદી કરી હતી.

આ છે ગીર ગાયની વિશેષતાઓ 

ગીરની ગાયની કેટલીક વિશેષતાઓ છે જેમ કે ઊંચાઈ,વજન સહીત શરીરનો રંગ અન્ય ગાય પ્રજાતિ કરતા જુદો તરી આવે છે.ગીર ગાયને તેના રંગ અને શીંગડાનાં આકારથી પણ પશુપાલકો ઓળખી કાઢે છે. ગાયના શરીરનો રંગ સફેદ, ઘેરો લાલ અથવા ચોકલેટી ભુરા રંગના ધબ્બા સાથે અથવા ક્યારેક ચમકીલા લાલ રંગમાં જોવા મળે છે . કાન લાંબા હોય છે અને લટકતા રહે છે. તેની સૌથી અનન્ય વિશેષતા છે તેનો બાહ્ય કપાળ પ્રદેશ, જે તેને મજબૂત સૂર્યપ્રકાશ સામેનું કવચ પૂરું પાડે છે. તે મધ્યમ થી મોટા કદમાં જોવા મળે છે. માદા ગીર ગાયનું સરેરાશ વજન 385 કિલો અને ઊંચાઈ 130 સેમી હોય છે, જ્યારે નર ગીર ગાયમાં સરેરાશ વજન 545 કિલો અને ઊંચાઇ 135 સેમી હોય છે. તેના શરીરની ત્વચા ખૂબ જ ઢીલી અને લચીલી હોય છે. શીંગડાં પાછળ તરફ વાંકા વળેલા હોય છે.

વિદેશમાં પણ ખ્યાત ગીર ગાય 

ગીરની ગાય અમેરિકા સુધી પ્રચલિત છે કારણકે,તેની દૂધ ઉત્પાદ ક્ષમતાથી માંડીને રોગ પ્રતિકારકશક્તિ અસલ ઓલાદ જેવી છે.ગીરની ગાયમાં રોગ પ્રતિકારક ક્ષમતા અન્ય દૂધાળા પશુઓ/ગાય કરતા વધુ સારી હોય છે. આ ઉપરાંત નિયમિત રીતે બચ્ચાં આપે છે. અને પ્રથમ વેળા જ ૩ વર્ષની ઉંમરમાં વાછરડાંને જન્મ આપે છે.

ગીર ગાયોમાં આંચળ સારી રીતે વિકસિત થયેલા હોય છે. આ ગાય દૈનિક 12 લીટર કરતાં વધુ દુધ આપે છે. તેના દૂધમાં 4.5% ચરબી હોય છે. ગીર ગાયના એક વિયાણમાં સરેરાશ દૂધ ઉત્પાદન 1590 કિલો જેટલું હોય છે. આ દુધાળું પશુ વિવિધ આબોહવા અને ગરમ સ્થાનો પર પણ સરળતાથી રહી શકે છે. 

ઓનલાઈનથી પણ થાય છે ખરીદી 

ગુજરાતમાં  ખેડૂતોને કાંકરેજ કે મહેસાણી ભેંસ, ગીરની ગાય અથવા તો મારવાડી - કાઠિયાવાડી ઘોડી જોઇતી હોય કે વેચવી હોય તો પશુદલાલને કહેવું પડતું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં તો ગ્રાહકના અભાવે ઓછી કિંમતે પશુ વેચી દેવું પડતું હતું. હવે ઇન્ટરનેટને કારણે ખેડૂતોને પશુની ખરીદી કરવી હોય કે પશુ વેચવું હોય , ગ્રાહક સરળતાથી મળી રહે છે. ઓનલાઇન ચીજવસ્તુઓની લે વેચ માટે જાણીતી વેબસાઇટના માધ્યમથી પશુઓની ખરીદી અને વેચાણ થવા માંડયું છે. 

જૂનાગઢના એક ખેડૂતે અગાઉ  વેબસાઇટનાં માધ્યમથી  ગીર ગાય વેચવા મુકી હતી. જેની કિંમત તેમણેરૂપિયા 1.5  લાખ આંકી હતી. આજે  આગાયની કિમત સહેજે 2.5 લાખ હોય તો નવાઈ નથી. આમ ગીર ગાય,કાંકરેજી ગાય જેવી ઉચી નસલના ઓલાદના પશુઓની માત્ર દેશમાં જ નહિ વિદેશમાં પણ મોટી માંગ છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ