બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Highcourt verdict on government job

ન્યાયિક / શૈક્ષણિક લાયકાત વધારે હોય એટલે કંઈ સરકારી નોકરીમાં રાખી ન શકાય- ગુજરાત HCનો મહત્વનો ચુકાદો

Hiralal

Last Updated: 04:53 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટની એક ખંડપીઠે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું જણાવ્યું કે શૈક્ષણિક લાયકાત વધારે હોય એટલે કંઈ સરકારી નોકરીમાં રાખી ન શકાય.

  • પંચમહાલના મોરવા હડફના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
  • શૈક્ષણિક લાયકાત વધારે હોય એટલે કંઈ સરકારી નોકરીમાં રાખી ન શકાય
  • શૈક્ષણિક લાયકાત અનુસાર ભરતી કરી શકાય 
  • વધારે લાયકાતવાળાને રાખીને જરુરી ઉમેદવારોને વંચિત ન રાખી શકાય 

ગુજરાત હાઈકોર્ટે પંચમહાલના મોરવા હડફ તાલુકાના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે સરકારી નોકરીમાં જે પદ માટે જેટલી શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત હોય તે મુજબ જ ભરતી કરવી જોઈએ, તેનાથી ઉપરવટ જઈને માપદંડો બહાર જઈ અન્ય ઉમેદવારની નિમણૂક કરી શકાય નહીં. વધુમાં જે ઉમેદવાર પાત્રતા ધરાવતા હોય તેમને નિમણૂકથી વંચિત રાખી શકાય નહીં. 

જે ઉમેદવાર પાત્રતા ધરાવે છે તેને વંચિત ન રાખી શકાય 
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે, માત્ર શૈક્ષણિક લાયકાત વધારે હોવાથી જાહેરાતમાં દર્શાવેલી શરતોનો ભંગ કરીને નિમણૂંક ન આપી શકાય. સાથે જ હાઈકોર્ટે જણાવ્યું કે, જે ઉમેદવાર પાત્રતા ધરાવે છે તેને નિમણૂંકથી વંચિત ન રાખી શકાય.
હાઈકોર્ટે નોંધ્યું કે, કોઈ પણ પસંદગી પ્રક્રિયા દર્શાવેલી પ્રક્રિયા અનુસાર જ થવી જોઈએ. જ્યારે જાહેરાતમાં પસંદગીના ધોરણો નિર્દિષ્ઠ હોય ત્યારે પછી તેમાં કોઈ છૂટછાટ કે રાહતને અવકાશ હોતો નથી. તેથી સત્તાધીશોએ એસએસસી પાસની લાયકાતને જ ધ્યાનમાં રાખવી. હાઈકોર્ટે અરજદાર સુરેખાની અરજી ફગાવી હતી.

પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાનો હતો મામલો 
સત્તાધીશોએ પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં બીએડની ડિગ્રી ધરાવતા ઉમેદવાર સુરેખાની સંકલનકાર કમ રસોઈયા તરીકે નિમણૂક કરી હતી. જોકે, પ્રતિવાદી ભાવના પરમારે આ નિમણૂકનો વિરોધ કર્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે, 11 ફેબ્રુઆરી 2016ના રોજ ઓથોરિટીએ પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંકલનકાર કમ રસોઈયાની જાહેરાત બહાર પાડી હતી. આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત એસએસસી પાસ હોવી જરૂરી હતી. જોકે, સત્તાધીશોએ આ પદ માટે વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા સુરેખાબહેનની નિમણૂક કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ