બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat High Court took a big decision regarding the e-memo case

મોટી રાહત / ઇ-મેમો કેસને લઇ હવે અરજદારોએ પોલીસ સ્ટેશન સુધી ધક્કા નહીં ખાવા પડે, ગુજરાત હાઇકોર્ટે લીધો મોટો નિર્ણય

Malay

Last Updated: 08:01 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Decision of Gujarat High Court: જો હવે કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયારી રહેવું પડશે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં વધુ 20 ટ્રાફિક ઈ-કોર્ટ શરૂ કરવાનો લેવાયો નિર્ણય.

 

  • રાજ્યમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે
  • વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્ણય
  • અરજદારોએ પોલીસ સ્ટેશન સુધી ધક્કા નહીં ખાવા પડે

ગુજરાતમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યના નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને જૂનાગઢમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવશે. ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થયા બાદ અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા નહીં ખાવા પડે.

E-memo | Page 2 | VTV Gujarati

હવે દંડ ભરવા લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં
સરળ શબ્દોમાં કહીએ તો ટ્રાફિકના નિયમ બદલ ફટકારવામાં આવેલો દંડ ભરવા હવે લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં. ચાલકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકાશે. તો આ કોર્ટ શરૂ થયા બાદ કેસનું પેન્ડિંગ પણ ઘટશે. આ માટે હાઇકોર્ટના IT સેલ દ્વારા જે-તે કોર્ટના સર્વરમાં મેમોની વિગતો મોકલી અપાશે.

Topic | VTV Gujarati

ટ્રાફિક કોર્ટ વાહન માલિકોને મોકલશે નોટિસ
ચાલકો ઈ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરે તો 90 દિવસ બાદ આપમેળે ઈ-મેમો વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવામાં આવે છે. જે બાદ વાહન માલિકોને ફોન SMS દ્વારા નોટિસ મોકલવામાં આવે છે. આ SMSમાં ઓનલાઈન દંડ ભરવાની લિંક પણ હોય છે.  કોર્ટ શરૂ થતાં ઇ-મેમો અને ટ્રાફિક દંડ સંબધિત કેસો અંગે અરજદારોને દિવસો સુધી પોલીસ સ્ટેશન અને કોર્ટમાં પોતાના કેસનો નંબર આવવાની વાટ જોવી નહીં પડે.

ક્યાં ક્યાં શરૂ કરાશે ઈ-ટ્રાફિક કોર્ટ?
- અમદાવાદમાં ધોલેરા 
- નવસારીના સુબિર, ખેરગામ અને વઘઇ
- તાપીના ઉચ્છલ
- સાબરકાંઠાના પોશીના
- બનાસકાંઠામાં સુઇગામ અને દાંતા,
- પાટણના શંખેશ્વર
- પંચમહાલના જામ્બુઘોડા
- ભાવનગરના જેસર
- દાહોદના સંજેલી અને ધાનપુર
- પોરબંદરના કુતિયાણા
- અમરેલીના લીલીયા, કુંકાવાવ અને ખાંભા
- જૂનાગઢના ભેસાણ 
- ગીર સોમનાથના ગીર ગઢડા
- સુરેન્દ્રનગરના લખતર


  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ