બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat High Court may get second woman Chief Justice, recommendation of Supreme Court Collegium

રજૂઆત / ગુજરાત હાઇકોર્ટને મળી શકે છે બીજા મહિલા ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણ

Malay

Last Updated: 12:27 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત HCમાં સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બીજા મહિલા ચીફ જજ બને તેવી સંભાવના છે.

  • ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ચીફ જસ્ટિસ!
  • સુનિતા અગ્રવાલને ગુજરાત HCના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ
  • સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા કરાઈ ભલામણ 

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 7 હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો (ચીફ જસ્ટિસ)ના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. કોલેજિયમે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કે.કૌલ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ત્રણ સભ્યોની કોલેજિયમે જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ (મુખ્ય ન્યાયાધીશ) બનાવવાની ભલામણ કરી છે.

કોલેજિયમે કરી ભલામણ
જો કેન્દ્રમાંથી મંજૂરી મળી જાય છે તો તેમની નિમણૂંક થયા બાદ તેઓ કોઈ હાઈકોર્ટના એક માત્ર મહિલા ચીફ જસ્ટિસ હશે, કારણ કે હાલમાં આ પદ પર કોઈ મહિલા પ્રતિનિધિત્વ નથી કરી રહી. કોલેજિયમે બુધવારની બેઠકમાં અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ) તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે.

ધીરજસિંહ ઠાકુરના નામની પણ કરાઈ ભલામણ
કોલેજિયમે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિટ આલોક આરાધેની તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટ [મૂળ હાઈકોર્ટ: J&K અને લદ્દાખ]ના ન્યાયાધીશ જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુરની નિમણૂકની ભલામણ કરી છે.

જનરલ કેટેગરીના ગરીબોને અનામત આપવા મામલે મોટા સમાચાર, થોડા દિવસમાં આવી શકે  છે ચુકાદો | supreme court hears the pleas of both the side regarding ews  reservation

જસ્ટિસ આશિષ જે.દેસાઈના નામની પણ કરાઈ ભલામણ
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલની કોલેજિયમે મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ઓડિશા હાઈકોર્ટ (મૂળ હાઈકોર્ટ: ત્રિપુરા)ના ન્યાયાધીશ સુભાસીસ તાલપાત્રાને ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ પણ કરી છે. એવી જ રીતે કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ જસ્ટિસ આશિષ જે. દેસાઈની ભલામણ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ