બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 14 June 2020 update Gujarat

ચિંતા / ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 500થી વધુ કેસ, અમદાવાદમાં મોતનો આંકડો ચિંતાજનક

Kavan

Last Updated: 08:52 PM, 14 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારના અનેક પ્રયાસ બાદ કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સૌથી વધુ કેસ નોંધાયા છે અને ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • ગુજરાતમાં કોરોના વાયરસ બન્યો આફત
  • સતત બીજા દિવસે કોરોના વાયરસના 500થી વધુ કેસ 
  • છેલ્લા 24 કલાકમાં 29 લોકોના સારવાર દરમિયાન થયાં મોત

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 511 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 23,590 થઇ છે. 

અમદાવાદમાં કોરોનાના નવા 334 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 334 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 76 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં  442 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 16,333 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

14/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 334
સુરત 76
વડોદરા 42
સુરેન્દ્રનગર 9
ગાંધીનગર 8
અરવલ્લી 6
ભરૂચ 6
ભાવનગર 3
આણંદ 3
મહીસાગર 3
અમરેલી 3
મહેસાણા 2
ખેડા 2
પાટણ 2
સાબરકાંઠા 2
બનાસકાંઠા 1
રાજકોટ 1
પંચમહાલ 1
બોટાદ 1
નર્મદા 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1478 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 66 લોકો વેન્ટિલેટર પર છે તો 5779 લોકો સ્ટેબલ છે. 

સતત પાંચમી વખત નોંધાયા 500થી વધારે કેસ 

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અનલૉક-1 જાહેર થયાંને હજી 13 દિવસ થયાં છે ત્યા અત્યાર સુધીમાં સતત ચોથી વખત કોરોનાના નવા કેસ 500થી વધારે નોંધાયા છે. સૌ પ્રથમ વખત 5 તારીખે 510 કેસ નોંધાયા હતા. તો 10 જૂનના રોજ ફરી 510 કેસ નોંધાયા હતા. ત્યારબાદ બીજા દિવસે 11 તારીખે 513 અને આજે એટલે કે 13 જૂનના રોજ 517 કેસ નવા નોંધાયા હતા તો આજે ફરીવાર 511 નવા કેસ નોંધાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ